ખળભળાટ:ગાંધીધામના ફાયનાન્સરને હનીટ્રેપમાં ફસાવી ભુજમાં 10 કરોડની ખંડણી કરાતાં ખળભળાટ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી નાણા પડાવા રચ્યુ કાવતરૂ
  • મહિલા સહિત આઠ આરોપી વિરૂધ પોલીસ મથકે નોંધાવાયો ગુનો

ગાંધીધામના ફાયનાન્સરને હનીટ્રેપમાં ફસાવીને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને દસ કરોડની ખંડણી માંગવા સબબ મહિલા સહિત આઠ શખ્સો વિરૂધ ભુજમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ આદિપુર રહેતા ગાંધીધામમાં વ્યવસાય કરતા અનંતભાઇ ચમનલાલભાઇ ઠકકર (ઉ.વ.47)એ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે મુળ બરોડાની આશા ધોરી નામની યુવતી, તથા ભુજના બિલ્ડર વિનય રેલોન ઊર્ફે લાલો, ભચાઉના હરેશભાઇ કંઠેચા, જેન્તી જેઠાલાલ ઠક્કર, અંજારના મનિષ મહેતા, મુંબઇના રમેશ જોષી, શંભુભાઇ જોષી, ખુશાલ ઉર્ફે લાલો સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કે થોડાંક મહિનાઓ અગાઉ મુળ વડોદરાની અને સુરત રહેતી આશા ઘોરી નામની મહિલાએ સોશિયલ મીડિયા મારફતે તેમની સાથે મૈત્રી કરી હતી.

ત્યારબાદ આરોપણ મહિલા ગાંધીધામ આવી હતી. બાદમાં ફરિયાદીને હોટેલમાં મળવા મળવા બોલાવીને બન્ને વચ્ચેની અંગત પળોનું વીડિયો રેકોર્ડીંગ કરી લીધું હતું. જેમાં આરોપણ મહિએ ફરિયાદી પાસેથી વીસ હજાર રૂપિયા પડાવી બાદમાં 50 હાજારની માંગણી કરી હતી.

પરંતુ ફરિયાદીએ આરોપી મહિલાને રૂપિયા આપ્યા ન હતા. ત્યાર બાદ ફરિયાદીને વિનય રેલોન ઉર્ફે લાલો અને હરેશ કંઠેચાએ ભુજ બોલાવી મહિલા સાથેનો ફરિયાદીનો વીડિયો બતાવીને મામલો બહારો બહાર પતાવી નાખવાના નામે જેન્તી ઠકકરનો અને મુંબઇના રમેશ જોષીનો સંપર્ક કરવા જણાવ્યું હતું. બાદમાં ફરિયાદી સાથે આરોપીઓએ ચર્ચા કર્યા બાદ 10 કરોડની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. ઘટનાની ગંભીરતાને લઇ તપાસ એલસીબીને સોંપાઇ હતી. પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

ખંડણી માગવાની ફરિયાદ ખોટી છે : રમેશ જોષી, કચ્છ લડાયક મંચ
ગાંધીધામના ફાયનાન્સરે કરેલી પોતાના કૃત્યથી બચવા ખંડણી માગવાની ફરિયાદ ખોટી કરી હોવાનું કચ્છ લડાયક મંચના રમેશભાઇ જોષીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...