જી. કે. જનરલ હોસ્પિટલનો વહીવટ અદાણી પાસેથી છિનવી સરકાર હસ્તગત લઇ લેવા તેમજ કેન્સર, ન્યુરોલોજી, ગેસ્ટ્રોલોજી સહિતની પાંચ ગંભીર બિમારીના છેલ્લાઆઠેક વર્ષથી તબીબ ન હોવાનાઆક્ષેપ થતા હોસ્પિટલ ફરી વિવાદમાંઆવી ગઇ છે. જેના પગલેઆજે શુક્રવારે અમદાવાદથી અદાણી મેનેજમેન્ટની રાજયસ્તરની ટીમ તપાસ માટેઆવશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.
સરકાર તરફથી અદાણીને 99 વર્ષની લીઝ પર જી. કે. જનરલ હોસ્પિટલ સોંપાઇ છે. છેલ્લા થોડાક દિવસોથી જી. કે. જનરલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઇ જતા ભારે હોબાળો મચ્યો છે. ગત રવિવારે બહુજન ભીમઆર્મીના વિશાળ મોરચાએ રેલી યોજી જિલ્લા કલેકટરને રજૂઆત કરી સંચાલન હસ્તગત કરી લેવાની માંગણી પણ કરી હતી. જી. કે. જનરલ હોસ્પિટલમાં થોડા સમય પૂર્વે મારામારીનો બનાવ પણ બન્યો હતો જેમાં સિક્યુરિટી ગાર્ડના જવાબદારો દ્વારા ફરિયાદ દાખલ પણ કરાઇ હતી.
અદાણીના સંચાલનમાં છેલ્લા નવેક વર્ષથી કેન્સર, ન્યુરોલોજી, ગેસ્ટ્રોલોજી સહિતની પાંચ ગંભીર બિમારીઓના તબીબ પણ નથી. જી. કે. જનરલ હોસ્પિટલ સંચાલન અગાઉ કોરોનાની સારવાર, નવજાત બાળકોના મૃત્યુ, રેસીડેન્ટ તબીબોની હડતાળ સહિતના મુદ્દે ભારે ચર્ચામાં રહ્યુ હતું ત્યારે ફરી વિવાદનો વંટોળ ઉભો થતા તપાસ માટેએક ટીમઆવશે તેમ સુત્રોએ ઉમેર્યું હતું.
જો કેઆ અંગે ડો. હિરાણી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ખુદઆઠ દિવસથી રજા પર હોવાથી અજાણ છે. બીજી તરફ સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, મારા ધ્યાનમાં હજુ સુધી કોઇએવી વાતઆવી નથી, સરકાર તરફથી કોઇ ટીમ કે તપાસઆવવાની હોય તો સત્તાવાર રીતે જાણ કરવામાંઆવે છે પણ અદાણી મેનેજમેન્ટ તરફથી કોઇ ટીમઆવવાની હોય તે અંગે તેમણે અજાણતા દર્શાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.