મુલાકાત:G-20 સમીટની આયોજન સમિતિએ સ્મૃતિવનમાં અર્થકવેક મ્યુઝીયમ નિહાળ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસનો પ્રવાસ કાર્યક્રમ પૂર્ણ થતા ટીમ પરત ગઈ

આગામી ફ્રેબ્રુઆરી મહીનામાં ધોરડો વાઇટરણ ખાતે યોજાનારી G-20 સમીટ યોજાવા જઈ રહી છે.જેના આયોજન માટે કેન્દ્રીય સચિવોની ખાસ ટીમ દ્વારા ધોરડો,ધોળાવીરા સહિતના સ્થળોની મુલાકાત લઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ સુવિધાઓ અને આયોજનો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે ત્રીજા દિવસે આ ટીમના સભ્યોએ ભુજના સ્મૃતિવન મેમોરીયલની મુલાકાત લીધી હતી બાદમાં તેઓ કંડલા એરપોર્ટ મારફતે દિલ્હી જવા રવાના થયા હતા.

કચ્છમાં પ્રવાસનના વિષય પર પરિષદ યોજાવાની છે.જેમાં સ્થાનિક કલા કારીગરીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ લાઈવ સ્ટોલ પણ લગાવવામાં આવશે.જી-20 માં હાજરી આપવા માટે આવનારા સભ્યો કદાચ સ્મૃતિવનની મુલાકાત લે તેવા સંજોગો પણ જોવા મળી રહ્યા છે.કારણકે ભૂકંપની ઘટના પર આધારીત સ્મૃતિવન ભારતનું પ્રથમ મેમોરિયલ છે.આયોજન સંદર્ભે કચ્છમાં નિરીક્ષણ કર્યા બાદ દિલ્હીમાં નિર્ણયો અને આયોજન ઘડવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...