• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Fuva's Father in law Stabbed His Son in law In The Stomach While Asking Him To Pay One And A Half Lakh As Accident Compensation

તપાસ:અકસ્માત વળતરના દોઢ લાખ ભરવાનું કહેતા ફુવા સસરાએ જમાઈને પેટમાં છરી ઝીંકી દીધી

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે સ્ટેશન જતા રોડ પર કોકા કોલાની ફેકટરી સમીપે બન્યો બનાવ

અકસ્માત વળતરના 1.50 લાખ ભરવાનું કહેતા ફુવા સસરાએ ઉસ્કરાઇને જમાઈને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હોવાની ઘટના ભુજમાં બની છે.દાદુપીર રોડ પર રહેતા અસલમ સુમારભાઈ ચંગલે ભુજ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે, ગત 23 તારીખે ભુજ કોર્ટમાં અકસ્માત કેસની તારીખ હતી. જે તારીખમાં ફરિયાદી ગયા ત્યારે જજે જણાવ્યું કે,તમારી સામે આરોપનામું સાબિત થયું છે.જેથી દોઢ લાખ ભરવા પડશે જો રૂપિયા નહીં ભરો તો દોઢ વર્ષની સજા થશે.ફરિયાદીએ પૈસાની વ્યવસ્થા માટે સમયની માંગ કરી હતી.

જે સમયે અકસ્માત થયો તે ગાડી ગાંધીધામમાં રહેતા તેના ફુવા સસરા આમદ અયુબ કેવરની હતી અને ફરિયાદી ત્યારે ડ્રાઇવર તરીકે હતો. જેથી ફરિયાદીએ તેના ફુવા સસરાને મળવા માટે ભુજ બોલાવી આ ગાડી તમારી હતી અને હું વચ્ચે પડ્યો હતો ત્યારે તમે કોર્ટમાં દંડ ભરી દો,જેથી મને સજા ન થાય તેવું કહ્યું હતું.આ સાંભળી ફુવા સસરા ઉશ્કેરાઈ ગયા અને રેલ્વે સ્ટેશન નજીક કોકાકોલાની ફેક્ટરી આગળ ગાડી ઊભી રાખીને ફુવા સસરાએ ફરિયાદીને પેટના ભાગે છરીના ઘા માર્યા હતા અને કહ્યું કે, આ તો સામાન્ય છરી મારી છે હવે પછી આ બાબતે વાત કરીશ તો જીવતો નહીં મૂકું તેમજ તેની સાથે રહેલા અજાણ્યા વ્યક્તિએ પણ માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.જેના આધારે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...