ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ કરેલા આદેશ બાદ વ્યાજખોરીને ડામવા “એક તક પોલીસ ‘ને અંતર્ગત પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ મથકોમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોએ ગભરાયા વગર આધાર પુરાવા સાથે રજૂઆત કરવા પોલીસે અપીલ કરી છે.
બોર્ડર રેન્જ આઇજીપી જે.આર.મોથાલિયા તથા પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયા દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો હેતુ નિર્માણ કરવાના ઉદેશ્યથી લોક ઉપયોગી સકારાત્મક કામગીરીના પોલીસનાં ફરજના પ્રો-એક્ટીવ રોલનાં ભાગરૂપે વ્યાજખોરીની બદી નાથવા તેમજ આવા ગંભીર બનાવોને બનતા અટકાવવા અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરીની અધ્યક્ષતામાં અંજાર વિભાગના અંજાર, ગાંધીધામ-એડિવિઝન, બી-ડિવીઝન, કંડલા મરિન પોલીસ અને દુધઇ પોલીસ મથકની હદ લાગતી હોય તેમણે આજે બપોરે 12 વાગ્યે અંજાર પોલીસ મથકે હાજર રહી રજુઆત કરવાની રહેશે, તો ભચાઉ વિભાગના ડીવાયએસપી સાગર સાંબડાની અધ્યક્ષતામાં રાપર ખાતે માળી સમાજવાડી મધ્યે પણ આજે 12 વાગ્યે લોકસંવાદનું આયોજન કરાયું છે.
જેમાં ભચાઉ, સામખિયાળી, લાકડિયા, ગાગોદર, આડેસર, રાપર, બાલાસર અને ખડીર પોલીસ મથકની હદ્દ લાગતી હોય તેવા અરજદારો આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે તેમ જણાવાયું હતું. લોક સંવાદ /લોકસંપર્ક માં જાહેરમાં સંજોગો વસાત રજૂઆત નહીં કરી શકનાર એ વ્યક્તિ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી 9978408245 અને ભચાઉ વિભાગના સાગર સાંબડાનો 9978402026 નંબર પર સંપર્ક કરી શકશે તેમ જણાવાયું હતું.
જયારે પશ્ચિમ કચ્છમાં નાયબ પોલીસ અધિક્ક્ષકની અધ્યક્ષ સ્થાને ભુજ શહેર એ ડીવીઝન,ભુજ શહેર બી ડીવીઝન,માનકુવા,માધાપર,પધ્ધર અને ખાવડા વિસ્તારના નાગરિકો માટે પોલીસ તાલીમ ભવન,ભુજ ખાતે તા.11/1/2023 ના 11 વાગ્યે લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.માંડવી તાલુકાના લોકો માટે ડીવાયએસપી એ.પી.ચૌહાણ જે.આઈ.સી.ભુજના અધ્યક્ષ સ્થાને માંડવી,કોડાય,ગઢશીશા અને માંડવી મરીન પોલીસ મથક વિસ્તારના લોકો માટે માંડવી પોલીસ મથકે તા.11/1/2023 ના સવારે 11 વાગ્યે લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
મુન્દ્રામાં ડીવાયએસપી એ.આર.ઝણકાત નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ભુજના અધ્યક્ષ સ્થાને તા.10/1/2023 ના સાંજે 5 વાગ્યે મુન્દ્રા,મુન્દ્રા મરીન અને પ્રાગપર પોલીસ મથક વિસ્તારના લોકો માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.નખત્રાણા તાલુકાના લોકો માટે ડીવાયએસપી બી.બી.ભગોરાના અધ્યક્ષ સ્થાને તા.11/1/2023 ના બપોરે 12 વાગ્યે નખત્રાણા પોલીસ મથકે નખત્રાણા અને નિરોણા વિસ્તારના લોકો માટે લોકસંવાદ યોજવામાં આવશે.
તેમજ લખપત તાલુકાના લોકો માટે તા.12/1/2023 ના દયાપર પોલીસ મથકે બપોરે 12 વાગ્યે દયાપર,નરા અને નારાયણ સરોવર પોલીસ મથક વિસ્તારના લોકો માટે લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આધાર પુરાવા સાથે લોકોને રજૂઆત કરવા અપીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.