કોરોના રસીકરણ:આજથી 18થી 59 વર્ષના લોકોને કોવિડ પ્રિકોશન ડોઝ અપાશે

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભુજમાં 12 સ્થળે સવારે 10થી વિનામૂલ્યે રસી

કેન્દ્ર સરકાર દ્વારા ઉજવાઇ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે કચ્છમાં આજથી 18થી 59 વર્ષની વ્યક્તિઓને કોવિડ સામે રક્ષણ આપતી વેક્સિનનો પ્રિકોશન ડોઝ અપાશે. ભુજમાં 12 સ્થળે સવારે 10 વાગ્યાથી ઝુંબેશનો આરંભ કરાશે. કચ્છના દરેક તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં પણ આજથી 75 દિવસ સુધી ચાલનારા અભિયાનને શરૂ કરાશે.

ભુજમાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, પોલીસ હેડ ક્વાટર, નાયબ માહિતી નિયામકની કચેરી, ગ્રામ્ય અને શહેરી જનસેવા કેન્દ્ર, આઇએમએ હોલ, જિલ્લા કોર્ટ કચેરી, નગર પાલિકા, અર્બન હેલ્થ સેન્ટર 1, 2 અને 3 પર પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી શરૂ કરાશે. આ ઉપરાંત માધાપર અને સુખપરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ મિરજાપર-2 સબ સેન્ટર ખાતે પણ વેક્સિન આપવામાં આવશે.

બીજા ડોઝના 6 મહિના બાદ પ્રિકોશન ડોઝ માટે લાભાર્થી લાયક ગણાશે. કચ્છના તમામ શહેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર પણ આજે શુક્રવારથી પ્રિકોશન ડોઝ ઝુંબેશનો આરંભ કરવામાં આવશે. દરેક કેન્દ્ર પર ઓન લાઇન સ્લોટ જાહેર કરવામાં આવશે તેમજ સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવીને પણ 18થી 59ની વય ધરાવતા લોકો વિના મૂલ્યે પ્રિકોશન ડોઝ મેળવી શકશે તેમ યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...