ભુજની અદાણી મેડિકલ કોલેજની વર્ષ ૨૦૧૭ બેચના તબીબી વિદ્યાર્થીઓએ તેમનો નિર્ધારિત અભ્યાસક્રમ પૂર્ણ કરી લેતાં ૧૪૯ વિદ્યાર્થીઓ માટે દિક્ષાંત સમારંભ યોજાયો હતો. ભારતની પ્રાચીન ચિકિત્સા પધ્ધતિના પ્રણેતા મહર્ષિ ચરક ના નામે નવોદિત મેડિકલ ગ્રેજ્યુએટસને કર્તવ્યના શપથ લેવડાવાયા હતા.
મુખ્ય મહેમાન પદેથી બોલતા કચ્છ યુનવર્સિટીના ઉપ કુલપતિ પ્રો. જયરાજસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને તબીબ બનીને બહાર આવવા બદલ અભિનંદન સાથે કર્તવ્યપાલનની શીખ આપતા જણાવ્યું કે,જીવનમાં ઉમદા ડોકટર જરૂર બનજો, પણ સારા માનવ પણ બનજો. અદાણી હેલ્થ કેરના હેડ ડો.પંકજ દોશીએ કહ્યું કે, એમ.બી.બી.એસ.થયા પછી કારકિર્દીની અનેક દિશા ખુલી જાય છે. મેડિકલ ડાયરેક્ટર ડૉ.બાલાજી પિલ્લાઈએ શપથ લેવડાવ્યા હતા.
ડીન ડૉ.એ.એન.ઘોષે આવકાર આપ્યો હતો. આ પ્રસંગે એડી.મેડિ.સુપ્રી.ડૉ.વિવેક પટેલ, જી.કે.ના જુદા જુદા વિભાગના વડા, કોલેજના પ્રાધ્યાપકો, યુનિ.ના રજિસ્ટ્રાર ડૉ.જી.એમ બુટાણી હાજર રહ્યા હતા.ઉતીર્ણ વિદ્યાર્થીઓ પૈકી ગોલ્ડ અને સિલ્વર ચંદ્રક વિજેતાઑ તેમજ વિવિધ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. ડો.વનરાજ પીઠડીયા અને ડો. વૈદર્ભી બારડે સંસ્મરણો કહ્યા હતા. આભારદર્શન પ્રો. નિવેદિતા રોયે કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.