કિસાનોને હાલાકી:વારંવાર સર્વર ડાઉન થવાથી પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો મેળવતા ખેડૂતોને હાલાકી

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત હોઈ કિસાનો થતી કનડગત

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2 હજાર રૂપિયાનો આર્થિક હપ્તો મેળવતા ખેડૂતો માટે સરકારે ફરજિયાત ઈ-કેવાયસી કરવાનો નિયમ બનાવાયો છે પરંતુ વારંવાર સર્વર ડાઉન રહેતાં કિસાનો હાલાકી ભોગવી રહ્યા છે. પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પી.એમ. સન્માન નિધિનો લાભ મેળવતા ખેડૂતોને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત હોઈ તેમજ આ યોજના હેઠળ દર 4 મહિને 2 હજારના હપ્તા મળીને વાર્ષિક 6 હજાર ખાતેદાર ખેડૂતોને મળે છે.

ઇ-કેવાયસી અપડેટ કરવા માટે pmkisangov.in નામની વેબ સાઇટ ઉપર દર્શાવ્યા મુજબ ઇ-કેવાયસી પર ક્લિક કરી, આધારકાર્ડ નંબર નાખ્યા બાદ આધારકાર્ડમાં લીંક હોય તે મોબાઈલ નંબર પર આવતો 6 આંકડાનો ઓટીપી નંબર દાખલ કર્યા પછી ઇ-કેવાયસીની પક્રિયા પૂર્ણ થાય છે પરંતુ ખેડૂતો જ્યારે તેમના મોબાઈલમાં આ વેબસાઇટ ખોલે છે ત્યારે વારંવાર સર્વર ડાઉન બતાવે છે, જેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે.

ખેડૂતો કોમન સર્વિસ સેન્ટર (csc)માં ઇ-કેવાયસી કરાવવા જાય છે ત્યારે રૂપિયા ચુકવવા પડે છે છતાં (csc)માં પણ સમસ્યા યથાવત રહે છે. રાપર અને ભચાઉ તાલુકાના અંતરિયાળ ગામોના ખેડૂતોને તાલુકા મથકે આવવા માટે 50 કિ.મી.થી વધારે અંતર કાપવું પડે છે અને તેમાં પણ કામ ન થતાં સમય સાથે નાણાનો વ્યય થાય છે.

ખેડૂતોને ઇ-કેવાયસી કરવામાં પડતી સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા રાપરના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઇ આરેઠિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામ રાઠવા, કચ્છ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકાર વગેરેને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...