નિઃશુલ્ક કેમ્પ:માંડવીના ધ્રબુડી સ્થિત ભાગવત કથામાં નિઃશુલ્ક આરોગ્ય શિબિર યોજાઈ, 3 હજાર દર્દીઓએ લાભ લીધો

કચ્છ (ભુજ )3 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના ધ્રબુડી તીર્થધામ ખાતે ચાલતી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નિમિતે ગોધરાની કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ, દ્વારા નિઃશુલ્ક આરોગ્ય શિબિર યોજાઈ હતી. જેમાં 3245 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં 525 મોતિયાબિંદુના ઓપરેશનવાળા દર્દીઓને સમાવી લેવાયા હતા. નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું ઉદ્ઘાટન કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે કરાયું હતું.

કેમ્પના મુખ્ય દાતા વિજયબા મનસુખલાલ શાહ પરિવા૨ ત૨ફથી નિલય અને નિષિતના સ્મરણાર્થે પ્રયોજક નિશા પિયુષ શાહ રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ જોષીએ કહ્યું કે, આ સંસ્થા છેલ્લા 23 વર્ષથી વિવિધ ગામોમાં આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપી રહી છે. કે.સી.આર.સી., ભુજની ટીમના ડો. કંચન નેગી, ડો. શુભમ રાવત, ડો. ઉજવલ બહુગુણા ઉપરાંત ભરત શાહ, ભૂમિકા શાહ, લીનાબેન કષ્ટા વિગેરેની સેવાઓ મળી હતી. ડો. વિધાશ્રી શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.

ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નિમિત્તે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા યોજાયેલી આરોગ્ય શિબિરમાં ડો. ક્રિષ્ના ગોરે દાંત સારવારમાં સેવા આપી હતી. કેમ્પમાં સંસ્થાના ચંદ્રકાન્તભાઈ મોતા, સલીમભાઈ ચાકી, હમીદભાઈ લાખાણી, ભરત ગોસ્વામી, સુરેશ નંદા, શંકર નંદા, ગોરધન પટેલ ‘કવિ', કે.સી.આર.સી. અંધજન મંડળ- ભુજની ટીમ વિ. ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા વી.આર. ટી.આઈ.ના સેંધાભાઈ પારેગી, કપિલ ગોર, દિલીપ વ્યાસ, હસમુખ વ્યાસ વિગેરેએ સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...