ઠગબાજો બેફામ:લોટરી અને ટોયોટા કાર લાગ્યાના નામે કરીયાણાના વેપારી સાથે 4.89 લાખની છેતરપિંડી; 19 વ્યક્તિ સામે ફોજદારી

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિવિધ એકાઉન્ટ નંબર આપી પેટીએમ મારફતે નાણાં પડાવી લીધા
  • કાનૂની ગળિયો સખત બનાવાયો​​​​​​​

લોભી હોય ત્યાં ધૂતારાઓ ભુખે ન મરે તે કહેવત ભલે જુની છે, અને વારંવાર ધૂતારાઓના જાસામાં ફરસાઇને નાણા ગુમાવાના કિસ્સાઓ અખબારમાં છપાયા છે તે અંગે લોકોને તંત્ર દ્વારા જાગૃત રહેવા અપીલ પણ કરવામાં આવે છે. તેમ છતાં લોભીઓ લાલચમાં ફસાતા રહે છે. આવો જ એક બનાવ ભુજના કરિયાણાના વેપારી સાથે બન્યો છે. લોટરી લાગી હોવાનું અને કાર લાગી હોવાના નામે અજાણ્યા શખ્સોએ અધધ રૂપિયા 4 લાખ 88 હજાર 600 જેટલી માતબર રકમ પડાવી લેનારા મોબાઇલધારકો અને બેન્ક એકાઉન્ટ ધારકો મળીને 19 લોકો સામે એ ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ભુજ કોડકી રોડ પરના રામદેવનગરમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા રોહિત ધનજીભાઇ પરમાર સાથે ગત 15 ઓક્ટોબર 2021થી આજ દિવસ દરમિયાન છેતરપીંડી વિસ્વાસઘાતનો બનાવ બન્યો છે. ફરિયાદી વેપારીને અજાણ્યા શખ્સ ફોન કોલરે તમને લોટરી લાગી છે જેમાં ટોયટો કાર અને રૂપિયા 25 લાખ ઇનામ મળ્યું છે. આ અજાણ્યા કોલરની વાતથી વેપારી ભાવવિભોર થઇને અજાણ્યા કોલર જેમ કહેતા ગયા તેમ કરતા ગયા ફોન કરનાર અજાણ્યા વ્યક્તિએ પોતાનું નામ રાણા બતાવીને ફરિયાદીને માધાપર મળવા બોલાવ્યો હતો.

જ્યાં તમને લોટરી લાગી છે. તે બાબતે જે નંબર પરથી ફોન આવ્યો તેને 12,200 મોકલી આપ્યા છે. તેમ ફરિયાદીને પુછ્યું હતું ફરિયાદીએ હાથ પાડતાં અમારી હેડ ઓફિસેથી હું ઇન્કવાયરી માટે આવ્યો છું તમને 25 લાખની લોટરી અને કાર મળી જશે તે કહ્યું હતું. બાદમાં બેન્કના અધિકારી તરીકેની ઓળખ આપી એક વ્યક્તિનો ફરિયાદીને ફોન આવ્યો હતો. અને લોટરી માટે ટેક્ષના રૂપિયા ભરવા પડશે તેવું કહ્યું હતું.

બાદમાં અલગ અલગ બહાના હેઠળ ફરિયાદી પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પેટીએમ મારફતે રૂપિયા જમા કરાવીને અજાણ્ય મોબાઇલ નંબર ધારકો દ્વારા કુલ રૂપિયા 4,88,600 જેટલી રકમ ભરાવીને ફરિયાદી વેપારીને લોટરીની રકમ અને કાર ન આપીને વિશ્વાસઘાત છેતરપીંડી કરાતાં ભોગબનાર વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રીના દાસ, પપુ રોય, મદદન રોય, અરહિંત જૈન, પ્રિય કુમાર, મનસુર અલી, ટુનટુન વિકાઉ, સુનીલ કુમાર, વિપુલ નામના વ્યક્તિઓ અને મોબાઇલ ફોનધારકો અને બેન્ક એકાઉન્ટધારક સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...