સમસ્યા:ભુજ તાલુકાના છેવાડાના ચાર ગામો 3 દિવસથી પાણી વિહોણા

મોખાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી તંત્રની બેદરકારીના કારાણે સમસ્યા સર્જાઇ હોવાના આક્ષેપો ઉઠ્યા

કચ્છમાં કાળઝાળ ગરમી અનુભવાઇ રહી છે તેવામાં ભુજ તાલુકાના છેવાડે આવેલા જવાહરનગર, ધરમપર, વાત્રા, લોઠીયા ગામના લોકો છેલ્લા 3 દિવસથી પાણી વગર ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ 4 ગામો માટે પીવાનું પાણી મોડસર સીમ વિસ્તારમાં બનાવેલા બોરવેલ મારફતે અપાય છે. જેની દેખરેખ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા સુપરવાઈઝર રાખવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા 3 દિવસથી મોટરમાં ખામી સર્જાઇ હોવાના કારણે પાણી વગર લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે અને ટેન્કર મારફતે પાણી ભરવા મજબુર થયા છે.

આ બાબતે જવાહરનગરના સરપંચ રણછોડભાઈ આહીરે આક્ષેપો કરતાં જણાવ્યું કે પાણી બંધ થતાં સ્થાનિકે જવાબદાર સુપરવાઈઝર સાથે વાત કરતા ઉડાઉ જવાબ આપી પોતાની મનમાની કરી રહ્યા છે જેનો ભોગ આ 4 ગામના લોકો બની રહ્યા છે. વળી આ ગામો રણકાંધી નજીક આવેલ હોવાથી પાણી માટે અન્ય કોઈ સુવિધા ન હોતા હાલ અવાડા ખાલી થયા છે પરિણામે પશુઓના નિભાવ માટે પારાવાર મુશ્કેલી સર્જાઈ છે. આ ગામો એકમાત્ર મોડસર સીમ વિસ્તારમાં આવેલા બોરવેલ પર નિર્ભર છે તંત્ર વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવે તેવી અપીલ કરી તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...