માંડવી તાલુકાના અલગ-અલગ ગામોમાં દુકાનનો સામાન વેચી ટેમ્પો લઇ મોટી મઉથી દેવપર ગામ તરફ જતા વેપારીને ચાર અજાણ્યા ઇસમો છરી બતાવી રૂપિયા 80,351 ની લુંટ કરી નાસી ગયા હતા.એલસીબીએ હ્યુમન સોર્સીસના આધારે આરોપીઓને માંડવી અને મુન્દ્રા વિસ્તારમાંથી રોકડ રૂપિયા 22 હજાર સહીત બે બાઈક સાથે ઝડપી લીધા છે.
મોટી મઉ નજીક હોલસેલના વેપારી સાથે ચાર અજાણ્યા ઇસમોએ છરીની અણીએ રૂપિયા 80 હજારની લુંટનો કરી હતી.જેમાં ગઢશીશા પોલીસ મથકે ચાર અજાણ્યા ઈસમો વિરુધ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.એ દરમિયાન એલસીબીની ટીમ ગઢશીશા,માંડવી તથા મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી એ દરમિયાન હ્યુમન સોર્સીસને આધારે લુંટના આરોપીઓ માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું.
બાતમીને આધારે બે ટીમો બનાવી માંડવી અને મુન્દ્રા માંથી આઝાદચોક,માંડવીના આરોપી સમીર ઇબ્રાહીમ કુંભાર,માંડવીના ધવલપાર્ક-૩માં રહેતા ફૈઝલ ગફુરભાઇ મેમણ, દુર્ગાપુર, માંડવીના ફૈઝલ નૌસાદભાઇ ભટ્ટી અને મુન્દ્રાના લુણી ગામના આસીફ ઓસમાણ કુંભારને રોકડ રૂપિયા 22,500 સહીત બે બાઈક સાથે ઝડપી લીધા હતા.એલસીબીએ ચારેય આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ભુજ શહેર એ ડીવીઝન પોલીસને સોપી આગળની કાર્યવાહી કરવા ગઢશીશા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.