અંજાર નાયબ કલેકટરની કોર્ટમાં શહેરની ગાૈચર જમીન સર્વે નંબર 1004, 22 અેકટર અને 16 ગૂંઠા જમીનમાં 1991માં જુદા જુદા 3 વ્યક્તિના નામે કરી દેવાઈ છે, જેમાં અેક જ જમીન ચાર ચાર 7/12 કઈ રીતે પડ્યા અેવી દલીલ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી વી. કે. હુંબલે રિવિઝન અરજી કરી અને અને તેની નોંધો રદ કરવા માટે અપીલ પણ કરી હતી.
વી. કે. હુંબલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, જમીનની બજાર કિંમત અંદાજે 200 કરોડ રૂપિયા જેટલી છે. જમીનની માપણી થઈ અને કે.જી.પી. બની ગયેલ છે. 1973માં હક્કપત્રક નોંધ નંબર 753થી ગાૈચરના નામે નોંધ પડી ગયેલી. અાજે પણ રેવન્યુ રેકર્ડ ઉપર ગાૈચરના નામે બોલે છે. પરંતુ, 1991માં અચાનક જુદા જુદા 3 પાર્ટીના નામે કરી દેવાઈ છે.
જે કોઈ પણ સક્ષમ અધિકારીના હુકમ વગર ખાનગી લોકોના નામે કરી દેવાઈ છે. નોંધો તાત્કાલિક રદ કરી અને ખોટી રીતના બનેલા 7/12, સર્વે નંબરો રદ કરવામાં અાવે તેવી માંગણી કરાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અંજાર શહેરની ગાૈચર ખાતામાં 2000 અેકટરથી વધારે નીમ થયેલ છે. મોટાભાગની જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે. જે દબાણો દૂર કરવામાં અાવે તેવી પણ માંગણી છે. અપીલ દાખલ થઈ છે ત્યારે તાત્કાલિક ચલાવી ગાૈચર જમીન મુક્ત કરાવવી જોઈઅે. તેવી પણ રજુઅાત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.