આદેશ:મુન્દ્રાના વાંકીમાં પ્લોટ સ્કીમમાં ડેવલોપર્સને વ્યાજ સાથે રકમ ચુકવા ફોરમનું ફરમાન

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપરાંત માનસિક ત્રાસના અને ફરિયાદ ખર્ચ પણ ચુકવી આપવા આદેશ કર્યો છે

મુન્દ્રાના વાંકીમાં પ્લોટ આપવાની સ્કીમ બહાર પાડ્યા બાદ હપ્તા ભરનારને રકમ કે પ્લોટ ન આપનાર ડેવલોપર્સ સામે જિલ્લા ગ્રાહક તકરાર સુરક્ષા નિવારણ ફોરમમાં કરાયેલા દાવામાં ફોરમે અરજદારે ભરેલા રૂપિયા કેસ કર્યાની તારીખથી 7 ટકાના વ્યાજે ચુકવી આપવા તેમજ માનસિક ત્રાસના અને ફરિયાદ ખર્ચના રૂપિયા ચુકવવા આદેશ કર્યો છે.

આ ફરિયાદની હકીકત એવી છે કે ફરિયાદી કોમલ વાય. ઉકાણીએ સન (સૂર્ય) ડેવલપર્સ દ્વારા મુન્દ્રા તાલુકાનાં વાંકી ગામની સીમમાં જમીનમાં પ્લોટની સ્કીમ બહાર પાડી હતી. જેમાં રૂપિયા 900 ના 60 હપ્તા એમ પૂરેપુરી રકમ રૂપિયા 54 હજાર ભર્યા હતા. જેમા હપ્તા ભર્યા બાદ 100 ચોરસ વારનો પ્લોટ મળવાનો હતો. પરંતુ વારંવાર જુઆત કરવા છતાં ડેવલોપર્સએ ન પ્લોટ આપ્યો ન દસ્તાવેજ બનાવી આપ્યા કે, ન રૂપિયા પરત આપ્યા જેથી નાછૂટકે અરજદારે પ્લોટ મેળવવા સન ડેવલપર્સના ભાગીદારો સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી.

સન ડેવલપર્સના ભાગીદારો પૂરેપૂરી રકમ રૂપિયા 54 હજાર ભર્યા તારીખથી 7 ટકા વ્યાજ સાથે ચુકવી આપવા સાથે માનસિક ત્રાસના વળતર પેટે રૂપિયા 5 હજાર અને ફરિયાદ ખર્ચના રૂપિયા 3 હજાર ચુકવી આપવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી ભુજના એડવોકેટ ફોર્મલ એચ.ધોળકિયા હાજર રહી રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...