માંગ:પ્રથમવાર માલધારીઓની થશે ગણતરી

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલ.એલ.ડી.સીના ફેસ્ટીવલમાં કેન્દ્રીય મંત્રીની હાજરીમાં માધલારીઓની ગણતરીની માંગ કરાઇ હતી

અલગથી ગણતરીની વિશેષતા શું છે ?
વિચરતા માલધારીઓ એક એવા સમુદાય છે કે તેઅો સ્થાયિ નથી. તેઓ ચરીયાણની શોધમાં એથી બીજી જગ્યાએ જંગલો, ચરીયાણો અને વગડામાં હોય છે. જેથી તેમના પશુઓની ગણતરી થઈ શક્તી નથી. અને સરકારની યોજનાઓ પણ તેમના સુધી પહોચી શક્તી નથી. અર્થતંત્રમાં તેમનું ખુબ મોટું યોગદાન હોવા છતાં તેની નોંધ થઈ શક્તી નથી.

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024ની પશુધન વસ્તી ગણતરીમાં માલધારી સમુદાયોના પશુધનની વસ્તી ગણતરી અલગથી કરવાનો નિર્ણય કર્યો છે. અા નિર્ણય પાછળ કચ્છ પણ નિમિત્ત બન્યું છે. તાજેતરમાં કચ્છના એલ.એલ.ડી.સી ખાતે વિન્ટર ફેસ્ટીવલના ભાગરૂપે રાષ્ટ્રીય યુવા માલધારી સંમ્મેલન કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન મંત્રી પરસોતમભાઇ રૂપાલાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે સાથે 17 રાજયોના 150 થી વધુ માલધારી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સંમેલનમાં માલધારીઓની વસ્તી ગણતરી અલગથી કરવા પર ભાર મુક્વામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરૂપે આ પહેલ કરવામાં આવી છે. ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્રારા તાજેતરમાં જારી કરાયેલ પરિપત્ર મુજબ 2024માં એકવિસમી પશુધન ગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં વિચરતા તેમજ ચરીયાણ ભૂમિ પર નિર્ભર હોય તેવા માલધારીઓના પશુધનની ગણતરી અલગથી હાથ ધરવામાં આવશે. આ ગણતરી દ્રારા દેશમાં માલધારીઓની સંખ્યા, તેમના પશુધનની સંખ્યા, તેમના ચરીયાણ અને સ્થાળાંતર માર્ગો તેમજ દેશના અર્થતંત્રમાં તેમના યોગદાન અંગેની વિગતો બહાર આવશે, જેનાથી તેમના સર્વાંગિ વિકાસ માટે જરૂરી નિતિઓ અને યોજનાઓ ઘડી શકાશે.અા ગણતરીમાં માહિતી પુરી પાડવા વિવિધ સંસ્થાઓને રજુઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ભુજની સહજીવન સંસ્થા અને અમાદાવાદ સ્થિત મારગ સંસ્થાને પણ સામેલ કરાઇ છે.

કચ્છમાં રબારી, ભરવાડ, જત, બન્નીના માલધારીઓ, સોઢા, સમા સહીત વિવિધ માલધારી કોમો જોવા મળે છે, આ સેન્સસથી ક્ચ્છના લગભગ 35 હજારથી પણ વધુ પરીવારો આવરી લેવામાં આવે તેવી સંભાવના છે. કચ્છ ગુજરાતના હજારો પરિવારોને સરકારના આ નિર્ણયથી ફાયદો થવાનો હોઇ સાંસદ વિનોદભાઇ ચાવડાએ આવકારવા સાથે આનંદની લાગણી વ્યક્ત કરી છે. સહજીવન સેન્ટર ફોર પાસ્ટોરાલીઝમ દ્વારા આ બાબતે દેશની વિવિધ સંસ્થાઓ સાથે સંક્લન કરી પ્રાથમિક માહિતી એકત્ર કરીને કેન્દ્ર સરકારને આપવામાં આવશે તેવુ સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...