સર્વે:ભારતમાં પહેલીવાર કચ્છમાં ઈ-બર્ડ એપમાં એકસાથે 106 પક્ષી નિરીક્ષકો પ્રવાસી પક્ષીઓની નોંધ કરશે

લાખોંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેસેજ માઈગ્રન્ટ કાઉન્ટ-2022ની શરૂઆત પહેલા ભુજ વનચેતના કેન્દ્રમાં મળેલી બેઠકમાં ચર્ચા કરાઇ
  • બે દિવસીય ​​​​​​​સર્વેમાં 260 પોઇન્ટ પર 26 ટીમ દ્વારા પક્ષીની નોંધ થશે

પ્રવાસી પક્ષીઓના પ્રવેશદ્વાર કચ્છમાં પેસેજ માઈગ્રન્ટ કાઉન્ટ-૨૦૨૨નું આયોજન કરાયું છે.બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત અને બર્ડ કાઉન્ટ ઇન્ડિયા દ્વારા આયોજિત બે દિવસીય સર્વેમાં ડેટા ઈ-બર્ડ ઇન્ડિયામાં અપલોડકરવામાં આવશે. વનવિભાગ આયોજનમાં સહભાગી બન્યું છે.શરૂઆત પહેલા ભુજ વનચેતના કેન્દ્રમાં બેઠક મળી હતી અને દરેકને વિગતવાર માહિતી અપાઈ હતી. કચ્છ જિલ્લો દેશનો સૌથી વિશાળ જિલ્લો છે.જૈવિક વૈવિધ્યતાથી સભર છે.પ્રવાસી પક્ષીઓ માટે કચ્છ પ્રવેશદ્વાર છે.બે દિવસીય સર્વેમાં ૨૬૦ પોઇન્ટ પર ૨૬ ટીમ દ્વારા સર્વે કરાશે.

૫૦૦-૫૦૦ મીટર બંને દિશામાં ચાલી આ સર્વે કરી પક્ષીઓની નોંધ કરવામાં આવશે અને ત્યારબાદ ઈ-બર્ડ એપમાં આ નિરીક્ષણો અપલોડ કરવામાં આવશે તેમ BCSGના પ્રમુખ બકુલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું,સાથે જ પ્રાસંગિક પ્રવચનમાં તેમને કચ્છના રાજ પરિવારની વન્યજીવ પ્રત્યેની અદમ્ય ભાવનાની સરાહના કરી હતી. BCSGના માનદ સંયુક્ત સેક્રેટરી અને રિટાયર્ડ IFS અધિકારી ઉદયભાઈ વોરાએ જણાવ્યું હતું કે,આ વર્ષે કચ્છમાં બહુજ સારો વરસાદ થયો છે એટલે અલગ જ પ્રકારના પરિણામો અને માહિતી મળશે,જે વન્યજીવોના વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.અને દર વર્ષે આ પ્રકારે સર્વે કરાશે.

સાથે જ તેમણે ઉમેર્યું હતું કે,ભારતમાં પહેલીવાર ગુજરાત અને તેમાં પણ કચ્છમાં ઈ-બર્ડ એપમાં એકસાથે ૧૦૬ પક્ષીનીરીક્ષકો પક્ષીઓની નોંધ કરાશે તે ખુશીની વાત છે. દિવસીય સર્વેમાં પેસેજ માઈગ્રન્ટ પક્ષીઓમાં કાશ્મિરી ચાસ ,લાલપીઠ લટોરો,લાલપૂંછ લટોરો,મોટો પતરંગો, કૂહુ કંઠ,દિવાળી મચ્છીમાર, નાચણ તીદ્દો અને મોટો શ્વેતકંઠનો સમાવેશ થાય છે.

પશ્ચિમ કચ્છના નાયબ વનસંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ સૌને આવકારી આ સર્વેનો ડેટા વનવિભાગને ભવિષ્યના આયોજનમાં ઉપયોગી નીવડશે તેવું જણાવ્યું હતું.ગુજરાત,મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિતના રાજ્યોમાંથી પક્ષી નિરીક્ષકો જોડાયા છે.વિવિધ સ્થળે તેઓ નિવાસ કરી પક્ષીઓની નોંધ કરશે અને ત્યારબાદ સમગ્ર અહેવાલ એકત્રિત કરશે.સમગ્ર સર્વેમાં ટેક્નિકલ કોર્ડીનેશન કુનાન નાયકએ સંભાળ્યું છે,બર્ડ કાઉન્ટ ઇન્ડિયાના આર.અશ્વિન સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...