નવતર પહેલ:18 શાળાના 500 તેજસ્વી છાત્રો માટે રૂ. 63.50 લાખના ખર્ચે જી-નીટ કોચીંગ સેન્ટરનો પ્રારંભ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીઅેમ ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના-પંચસૂત્રીય પ્રોજેકટ સાયન્સના વિદ્યાર્થીઅો માટે નવતર પહેલ
  • જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સેડાતા ખાતે પંચસૂત્રીય વિવિધ શૈક્ષણિક લોકાર્પણ કરાયા

પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના પંચસૂત્રીય પ્રોજેકટ અંતર્ગત કચ્છ જિલ્લાના વિજ્ઞાન પ્રવાહ શિક્ષણમાં 11 સરકારી અને 7 ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહની શાળાઓના પસંદ કરાયેલા 500 તેજસ્વી વિધાર્થીઓ માટે રૂ. 63.50 લાખના ખર્ચે વર્ષ 2022-23 જુનથી પ્રારંભ જી-નીટ કોચીંગ સેન્ટરનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવાયો હતો. વિધાનસભા અધ્યક્ષા, શિક્ષણ રાજયમંત્રીની ઉપસ્થિતિમાં કમિશનર કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઉપક્રમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સબંધિત ત્રણ (એમ.ઓ.યુ.) સમજૂતી કરાયા હતા.

વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, ડિસ્ટ્રીકટ મિનરલ ફંડમાંથી જિલ્લામાં JEE અને NEETના કોચીંગ કલાસ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે સ્તૃત્ય, પ્રશંસનીય અને આવકારદાયક પહેલ છે. JEE અને NEET જેવા કોચીંગ કલાસમાં 500 જેટલાં વિધાર્થીઓ તાલીમ પામશે અને વધુ વિધાર્થીઓ લાભ લે તેનો પણ અધ્યક્ષાશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો.કચ્છ જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજયમંત્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વિપદાઓ વચ્ચે અડીખમ થઇ વિકસવું એ કચ્છની ખુમીરવંતી પ્રજાની તાસીર છે. આજે પંચસૂત્રીય શૈક્ષણિક લોકાર્પણ વિમોચનના કાર્યક્રમના પગલે કચ્છના વિધાર્થીઓ ભવિષ્યના ઉત્તમ અધિકારીઓ બનશે.

જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગવાનભાઇ પ્રજાપતિએ કહ્યું હતું કે, જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સબંધે આજે પંચસુત્રીય કાર્યક્રમ અન્વયે રૂ.63.50 લાખના ખર્ચે પસંદ કરાયેલા 500 વિધાર્થીઓ માટે JEE અને NEET તાલીમ કોચીંગ સેન્ટરનું લોકાર્પણ, ICICI ફાઉન્ડેશન દ્વારા 50 શાળામાં વોટર હાર્વેસ્ટીંગ યોજનાનું લોન્ચીંગ, ઝીણાજી નાથાજી પ્રજાપતિ પ્રેરિત 108 શાળાઓમાં પરબનું નિર્માણ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી કચ્છ દ્વારા સારસ્વત સંવાદ સેતુ ડિરેકટરીનું વિમોચન આજના દિને શિક્ષણને સમર્પિત કરાયા છે.

અા પ્રસંગે ડો. બી.અેમ.વાઘેલા, ડો. સ્નેહલ વૈદ્ય, પારૂલબેન કારા, વાસણભાઇ આહીર, પી. અેમ. જાડેજા, માલતીબેન મહેશ્વરી, જયાબેન ચોપડા, મંજુલાબેન ભંડેરી, ઘનશ્યામ ઠકકર, ડીડીઅો ભવ્ય વર્મા, સૂર્યા વરસાણી એકેડમીના ટ્રસ્ટી આર.એસ.હિરાણી, અદાણી ફાઉન્ડેશન યુનિટ હેડ પંકિતબેન શાહ, ડાયેટ પ્રાચાર્ય સંજય ઠાકર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિ, એલ.એલ.ડી.સી.ના શ્રોફ પરિવાર તેમજ શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહના ઉતમ વિદ્યાર્થીઅોનું સન્માન
અા પ્રસંગે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના ત્રણ ઉત્તમ પરિણામ લાવનાર વિધાર્થીઓ ઉપરાંત વિનોદ પરમાર, પૃથ્વીરાજસિંહ ઝાલા, ઘનશ્યામ નાકર, ભૂપેન્દ્રસિંહ વાઘેલા, બિપિન વકીલ, કમલેશ મોતા,જયેશભાઇ સથવારા, દીપિકા પંડ્યા, પ્રગતિ વોરા, બેલાબેન વોરા, પરેશ અજાણી, આર. એસ હિરાણીનું સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...