88 હજુ આશ્રિત:ભારે વરસાદના પગલે કચ્છમાં બે દિવસમાં 306 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભુજની ખારી નદી પાસે આવેલા શેલ્ટર હોમમાં પાણી ભરાતા તેમાં આશ્રય લઇ રહેલા લોકોને કેમ્પ એરિયા પાસે મેન્ટલ હોસ્પિટલના જૂના મકાનમાં ખસેડવામાં આવ્યા હતા. - Divya Bhaskar
ભુજની ખારી નદી પાસે આવેલા શેલ્ટર હોમમાં પાણી ભરાતા તેમાં આશ્રય લઇ રહેલા લોકોને કેમ્પ એરિયા પાસે મેન્ટલ હોસ્પિટલના જૂના મકાનમાં ખસેડવામાં આવ્યા હતા.
  • વરસાદી પાણી ઓસરતાં 138 ઘરે ફર્યા

કચ્છમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે હજુ તા.13-7ના પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે અને તંત્ર દ્વારા પણ અગાઉથી જ આયોજન કરીને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સોમ અને મંગળ અેમ બે દિવસમાં જિલ્લાના 306 લોકોનું સ્થળાંતર કરાયું હતું ત્યારબાદ પાણી ઓસરતાં 138 લોકો ઘરે પરત ફર્યા છે જયારે હજુ 88 લોકો પ્રાથમિક શાળાઓમાં આશ્રય લઇ રહ્યા છે.

ભુજ શહેર મામલતદાર અને ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર કલ્પનાબેન એસ. ગોંધીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં ભુજ તાલુકાના માનકુવામાં 72 અને લખપત તાલુકાના 50 લોકોનું હંગામી ધોરણે સ્થળાંતર કરાયું હતું, જેઓ પાણી ઓસરતાં પોતાના ઘરે પરત ફર્યા છે. ઉપરાંત માંડવી શહેરમાં 51, અંજારમાં ઘરોમાં પાણી ભરાતાં 6 પરિવારો, નખત્રાણા તાલુકામાં 102 તેમજ અબડાસાના કોઠારા-માનપુરામાંથી 36 લોકોનું સ્થળાંતર કરાયું હતું,

જેમાંથી 16 લોકો પોતાના ઘરે પરત ફર્યા છે. બે દિવસમાં જિલ્લામાં 306 વ્યક્તિઅોને સલામત સ્થળે ખસેડાયા હતા, જેમાંથી 138 લોકો પોતાના ઘરે પરત ફરતાં 88 વ્યક્તિ હજુ આશ્રિત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જે-તે તાલુકાની ટીમો સતર્ક છે અને જરૂર જણાય લોકોને નજીકની પ્રાથમિક શાળાઅોમાં ખસેડીને તેમના માટે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...