દુર્ઘટના:સ્પીડ બોટમાં અકસ્માત સર્જાતા પાંચ પ્રવાસીઓને બચાવાયા, બોટ સમુદ્રમાં ગરકાવ : રાત્રિ સુધી ન મળી

માંડવી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંડવીના દરિયામાં બનેલો બનાવ

માંડવી બીચ પર વોટર સ્પોર્ટ્સના નિયમો પાળવામાં અાવતા નથી. જેના પગલે અવાર-નવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે. તેવામાં બુધવારે દરિયામાં સ્પીડ બોટમાં સમુન્દ્રી સહેલગાહ કરતા પાંચ યુવાન દરિયામાં ગરકાવ થયા હતાં. સદભાગ્યે તેઅોને બચાવી લેવાયા હતાં. જોકે બોટ મોડી સાંજ સુધી મળવા પામી ન હતી. ઉનાળો વેકેશનનો પ્રારંભ થતા દિન પ્રતિદીન બીચ પર ઠંડકનો અને વોટર રાઇડ્સનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.

તેવામાં સાંજના ભાગે યુવાનો સ્પીડ બોટમાં પ્રવાસ કરવા દરિયામાં ગયા હતાં. ત્યારે ઉછળતા સમુન્દ્રી મોજામાં બોટ અંદર ગઇ અને કોઇ પણ કારણે અકસ્માત સર્જાતા પાંચ પ્રવાસીઓ નીચે પડી ગયા હતાં. જોકે તેઅોને બચાવી લેવામાં આવ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જ્યારે બોટ દરિયામાં જતી રહેતા તેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તે મળી ન હતી. રાત્રે અંધારો થઇ જતા શોધખોળ બંધ કરાઇ હતી. હવે બોટની ગુરૂવારે સવારે શોધખોળ કરાશે.

અન્ય સમાચારો પણ છે...