અટકાયત:કેરા ત્રણ રસ્તા પાસે રોયલ્ટી વિનાના પથ્થરો ભરેલા પાંચ ઓવરલોડ ડમ્પર પકડાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધાર પુરાવા ન આપી શકતાં 5 ચાલકોની માનકુવા પોલીસે અટકાયત કરી

તાલુકાના કેરા ગામે પાંચ ઓવરલોડ ડમ્પરો ઝડપી પાડ્યા હતા. રોયલ્ટી વગર પથ્થરોનું પરિવહન કરવામાં આવતું હોવાથી ચાલકોની અટકાયત કરવામાં આવી છે. mમાનકુવાના પીઆઈ ડી.આર.ચોધરીએ વિગતો આપતા જણાવ્યું કે પોલીસની ટીમ કેરા ગામે ગજોડ ત્રણ રસ્તા પાસે પેટ્રોલીંગમાં હતી ત્યારે પાંચ સ્ટોન બોલ્ડર પથ્થરો ભરેલા ડમ્પરો આવતા હોઈ તેને રોકાવી રોયલ્ટી અને આધાર પુરાવાની માંગણી કરવામાં આવતા ચાલકો પુરાવા આપી શક્યા ન હતા.

જેથી ઓવરલોડ પરિવહન અને તાડપત્રી ઢાંક્યા વગર ડમ્પરો મળ્યા હોઈ આરટીઓ અને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેમાં ડમ્પર નંબર જીજે 12 બીવી 9179, જીજે 12 બીવાય 5399, જીજે 12 બીડબલ્યુ 9997, જીજે 12 બીઝેડ 2313 અને જીજે 12 બીયુ 9559ને ઝડપીને તેના ચાલક હરિલાલ રામનારાયણ રજક, સંતોષકુમાર શ્રીકાંતપ્રસાદ રજક, મધીરસિંઘ શ્રીગનપ્રસાદ યાદવ, દિનેશ ખમીશા કોલી અને મનહરકુમાર રતનભાઇ માલિવાડ (રહે તમામ હાલે કેરા)ની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...