અકસ્માત:સામત્રા પાસે ખાનગી બસ અને કાર વચ્ચેના અકસ્માતમાં મહિલા સહિત પાંચ ઇજાગ્રસ્ત

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણાથી પરત ભુજ આવતી વેળાએ પરિવારને નળ્યો અકસ્માત

ભુજ તાલુકાના સામત્રા નજીક પેટ્રોલ પંપ પાસે મંગળવારે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં ટ્રાવેલ્સની બસ અને કાર સામ સામે અથડાતાં ભુજના એક પરિવારના મહિલા સહિત પાંચ લોકોને વતી ઓછી ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં એમએલસીમાં નાગર ચકલામાં રહેતા વિવેકગીરી શંકરગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અકસ્માતનો બનાવ સવારના અગ્યાર વાગ્યાના અરસામાં બન્યો હતો. તેમના મામા રમેશગર રામગર ગોસ્વામી, મામી રીનાબેન રમેશગર ગોસ્વામી, ભાવિનગર રમેશગર ગોસ્વામી, ભારતીબેન કમલગર ગોસ્વામી, પ્રકાસગર કમલગર ગોસ્વામી કારથી નખત્રણાથી ભુજ આવી રહ્યા હતા.

સામત્રા નજીક પેટ્રોલ પંપ સામેના રોડ પર લકઝરી બસ સાથે સામ-સામે અથડાઇ જતાં પાંચે જણાઓને ઇજા પહોંચી હતી. જેમાં રમેશગર ગોસ્વામી અને રીનાબેન ગોસ્વામીને જી.કે.માં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યારે અન્યને સારવાર માટે લેવા પટેલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. માનકુવા પોલીસે બનાવની જાણવા જોગ નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે.

બીબર-ખારડીયા વચ્ચે જીપની ટકકરે બાઇક ચાલકને ઇજા
નખત્રાણા તાલુકાના ખારડીયા ગામે રહેતા બળવંતસિંહ સામતસિંહ સોઢા (ઉ.વ.26) સોમવારે રાત્રે બાઇકથી જઇ રહ્યા હતા. ત્યારે બોલેરો જીપના ચાલકે બાઇકને ટકકર મારતાં ડાબા પગમાં ઇજા પહોંચી હતી. યુવાને સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...