કેનાલમાં ડૂબી પાંચ જિંદગી:ત્રણ મહિલાઓ સહિત એક જ પરિવારના પાંચ લોકોનાં મોત, મુન્દ્રાના ગુંદાલા ગામની નર્મદા કેનાલમાં બની દુર્ઘટના

ભુજ3 મહિનો પહેલા

કચ્છના મુન્દ્રાના ગુંદાલા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી પાંચ લોકોનાં મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોએ કેનાલમાંથી તમામ મૃતદેહ બહાર કાઢ્યા હતા. હોસ્પિટલ પર મૃતકોના પરિવારજનો પહોંચતા આક્રંદ છવાયો હતો.

ત્રણ મહિલા અને બે પુરુષોનાં મોત
મુન્દ્રાના ગુંદાલા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની બાજુમાં જ આવેલા ખેતરમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારના પાંચ લોકો કોઈ કારણોસર કેનાલમાં ડૂબી ગયા હતા. જેની જાણ આસપાસના લોકોને થતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામના મૃતદેહો જ હાથ લાગ્યા હતા.

શ્રમજીવી પરિવારમાં માતમ છવાયો
ગુંદાલા ગામમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારની ત્રણ મહિલા અને બે પુરુષો સહિત પાંચ લોકોના મોત નિપજતા અન્ય પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોના નામની યાદી
રાજેશ ખીમજી
કલ્યાણ દામજી
હીરાબેન કલ્યાણ
રસિલા દામજી
સવિતાબેન

શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરી ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું

અન્ય સમાચારો પણ છે...