માછલીઓના ભેદી મોત:અંજારના સવાસર તળાવમાં માછલીઓના મૃત્યુનો સિલસિલો યથાવત, લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી ફેલાઈ

કચ્છ (ભુજ )24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 16 દિવસથી ટીપાલિયા પ્રજાતિની માછલીઓના સામુહિક મરણ થઈ રહ્યા છે

અંજાર શહેરના ઐતિહાસિક સવાસર તળાવમાં છેલ્લા 16 દિવસથી માછલીઓના મૃત્યુ થઈ રહ્યા છે, જે આજ દિન સુધી યથાવત રહેવા પામ્યા છે. સ્થાનિક સુધારાઈ દ્વારા તળાવમાં મૃત માછલીઓની દૈનિક સફાઈ કરવામાં આવી રહી છે. જોકે તેની સવારે ફરી માછલીઓના મૃતદેહો કિનારે તણાઈ આવે છે. આ દ્રસ્યોથી જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ રહી છે. આ વિશે માછલીઓના મોતનું કારણ જાણી મત્સ્ય વિભાગ દ્વારા તાકીદે તેનું નિવારણ લવાય તેવી માંગ ઉઠી છે. પરંતુ હજુ સુધી સંબધિત તંત્ર દ્વારા આ મામલાની કોઈજ દરકાર લેવામાં આવી નથી. જેને લઈ માછલીઓના મોતનો શીલસિલો યથાવત રહ્યો છે. તંત્રની નિષ્કાળજી સામે લોકોમાં પણ નારાજગી ફેલાઈ છે.

લગાતાર માછલીઓના સામુહિક મૃત્યુ ગંભીર બાબત
કચ્છમાં આ વર્ષે તળાવમાં માછલીઓના સામુહિક મૃત્યુ થયાની અનેક ઘટનાઓ બની છે , તેમાં મુખત્વે ભુજના હમીસર તળાવમાં, માંડવીના ટોપણસર તળાવમાં અને ભુજના રુદ્રા માતા ડેમ ખાતે હજારોની સંખ્યમાં માછલીઓના સામુહિક મોત નીપજ્યાં હતા.જોકે તળાવમાં અચાનક એક સાથે મરણ પામતી માછલીઓના મૃત્યુનું કારણ હજુ સુધી અંકબંધ રહ્યું છે. આ અંગે જાણકાર સૂત્રોના મતે માછલીઓમાં સામુહિક મૃત્યુ માટે તળાવના પાણીમાં ઓક્સિજનનું સ્તર ઘટી જાવું, પાણીમાં હાનિકારક તત્વોનું પ્રમાણ વધી જવા સહિતના કારણો હોઈ શકે છે. જેનું સચોટ પરિણામ જાણવા મૃત માછલીનું લેબ પરીક્ષણ કરવું જરૂરી છે. અલબત્ત અંજાર શહેરના સવાસર તળાવમાં લગાતાર માછલીઓના સામુહિક મૃત્યુ જરૂર ગંભીર બાબત ગણી શકાય. આ માટે તંત્ર સાથે જળચર જીવોના જાણકારોએ સહયોગમાં આગળ આવવું જોઈએ એવું લોકોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...