આયોજન:માતાના મઢમાં પ્રથમ નોરતે ઓસમાણ મીર જમાવશે રમઝટ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારે ગુજરાતના અગિયાર માતાજીના સ્થાનક પર કર્યું છે આયોજન

ભાદરવાના શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થતાં જ નવરાત્રિ શરૂ થશે. શહેરોમાં અને ગામડે ગામડે ગરબીનું આયોજન કરવામાં આવશે. ગુજરાત સરકારે સૌપ્રથમ વખત રાજ્યના મહત્વના અગિયાર માતાજીના સ્થાનક પર નવરાત્રિ દરમિયાન સુપ્રસિદ્ધ કલાકારોને આમંત્રી ગરબા અને માતાજીની આરાધના નું આયોજન કર્યું છે. અંબાજી, બહુચરાજી, ચોટીલા, પાવાગઢ જેવા મંદિરો સાથે કચ્છનું આશાપુરા માતાજીનું મંદિર પણ આ કાર્યક્રમ માટે પસંદ કરાયું છે. નવરાત્રિ ના પ્રથમ નોરતે તારીખ 26 સપ્ટેમ્બર ના ઓસમાણ મીર ચાંચર ચોકમાં રાસ અને ગરબાની રમઝટ બોલાવી લોકોના દિલ જીતી લેશે.

આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ આવી રહ્યું છે ત્યારે સૌ ખેલૈયાઓ પણ નવરાત્રિમાં થનગનાટ માટે તૈયાર થઈ ગયા છે. નવરાત્રિ માત્ર ઉલ્લાસનું નહીં પણ શક્તિની ઉપાસનાનું પણ પર્વ છે. ગુજરાતમાં આવેલા ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા કુલ અગિયાર શક્તિ પીઠો પર ગરબાનું આયોજન કરાયું છે. રાજ્યમાં અન્ય શક્તિપીઠ પર એવા જ આયોજન થયા છે.

જ્યાં અનુરાધા પૌંડવાલ, નિલેશ ગઢવી, જેવા કલાકારોને બોલાવવામાં આવ્યા છે. તો સ્થાનિક વ્યવસ્થા યુવક અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવશે. જે તે વિસ્તારના ધારાસભ્ય અને સ્થાનિક સંસ્થાઓનો સહકાર પણ મેળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ કોરોના દરમિયાન લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાથી આવા મોટા આયોજન થયા નહોતા. આ વર્ષે માતાના મઢ ખાતે પદયાત્રીઓ પણ મોટી સંખ્યામાં આવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...