કાર્યવાહી:અંતે મા આશાપુરાની તસવીર સાથે છેડછાડ કરાનારા યુવકની ધરપકડ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી ભરત રૂપાણી - Divya Bhaskar
આરોપી ભરત રૂપાણી
  • આરોપીને પકડવા અનેક સંગઠનો દ્વારા આવેદન પાઠવાયા હતા
  • જન આક્રોશના ચાર દિવસ પછી LCBએ પાન્ધ્રોના યુવકને મહારાષ્ટ્રથી દબોચી લીધો

કચ્છ અને બૃહદ કચ્છના લોકોની જેમના પર અપાર આસ્થા છે એવા આશાપુરા માતાજીની મૂર્તિની તસ્વીર સાથે અપમાનજનક છેડછાડ કરી ધાર્મિક લાગણી દુભાવતી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરનારા પાન્ધ્રો ગામના ભરત રૂપાણી નામના યુવકને પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમએ 4 દિવસ પછી મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો છે.

ગત મંગળવારના ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ભરત રૂપાણી વિરૂધ ધાર્મિક લાગણી દુભાવતી સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરવા અંગે ભૌમિક વચ્છરાજાનીએ ફરિયાદ નોંધાવાઇ હતી. આ અંગે ઉચ અધિકારીઓની સુચનાથી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (સાયબર સેલ) એક ટીમ બનાવીને તપાસના ચક્રોગતિમાન કરાયા હતા.

દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, આરોપી ભરત દાદુભાઇ રૂપાણી હાલ મહારાષ્ટ્રના તલમોડ બોર્ડર ચેક પોસ્ટ પાસે ધકવાળી ટોલનાકા નજીક ટ્રકોના પાર્કિંગમાં હાજર છે જેથી એલસીબીની ટીમ સ્થળ પર ધસી જઇને આરોપીને અટક કરીને ભુજ લઇ આવી એ ડિવિઝન પોલીસ મથકે આગળની કાર્યવાહી માટે સોંપ્યો હતો. એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...