કચ્છ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પીએચડીની પ્રવેશ પરીક્ષા શરુઆતથી વિવાદમાં આવી ગઈ હતી જેમાં યુનિવર્સિટી દ્વારા ફાઇનલ પરિણામો પણ અટકાવી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં ઉચાટ વધ્યો હતો અને ઘણા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં ચાલતા પરીક્ષા વિવાદને લઈને અન્ય ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન પણ લઈ લીધા છે ત્યારે સોમવારે ઉઘડતા દિવસે એબીવીપી દ્વારા આ મુદાને લઇને આંદોલન કરવામાં આવ્યું હતું.
જેમાં યુનિવર્સિટીની આંતરિક બાબતો અને લડાઈમાં વિદ્યાર્થીઓ પીસાતા હોઈ તાત્કાલિક ફાઇનલ પરિણામ જાહેર કરી આરએસીની તારીખ જાહેર કરવાનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો સતત ત્રણ કલાક સુધી ચાલેલા આંદોલન બાદ આખરે યુનિવર્સિટીએ ફાઇનલ પરિણામ જાહેર કર્યા છે.પ્રવેશ પરીક્ષાના 35 દિવસ બાદ યુનિવર્સિટીએ પરિણામ આપ્યું છે.
હવે આરએસીની તારીખ જાહેર કરી ઝડપથી ભણતર શરૂ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.મહત્વનું છે કે,યુનિવર્સિટીમાં પરીક્ષા ગૂંચમાં મુકાઈ હોઈ ઘણા વિદ્યાર્થીઓએ રૂ.4 લાખ ફી ભરીને અન્ય ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યા છે.હાલમાં ગાઇડશિપની અમલવારીનો જે મુદ્દો ગૂંચવાયેલો છે તેને ઉકેલવામાં આવે તો જ આગળ કાર્યવાહી ધપી શકે તેમ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.