હવે સળંગ બે રજા:આખરે કચ્છની પ્રાથમિક શાળાઓ માટે આજે સ્થાનિક રજા થઇ જાહેર

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોમવારે હોળી પ્રાગટ્ય દિને શિક્ષણ ચાલુ રહ્યું : હવે સળંગ બે રજા
  • જિલ્લા શિક્ષણ સમિતિને નિર્ણય લેવાની છૂટનો લાભ મળ્યો

રાજ્ય સરકારે બુધવારે ધુળેટીની રજા જાહેર કરી છે. પરંતુ, સ્વામિનારાયણ સહિતના કેટલાક સંપ્રદાયોઅે મંગળવારે ધુળેટી અને સોમવારે હોળી દહનનો તહેવાર જાહેર કર્યો છે, જેથી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સોમવારે અને મંગળવારે હોળી દહનની રજા જાહેર કરાય અેવી અાશા પ્રાથમિક શિક્ષકોને હતી. પરંતુ, કચ્છ જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા શિક્ષણ સમિતિઅે માત્ર મંગળવારે હોળી દહનની રજા જાહેર કરી ઈન્તેજારીનો અંત અાણ્યો છે.

પ્રાપ્ત વિગતો કેટલાક ધાર્મિક સંસ્થાનોઅે સોમવારે હોળી દહન અને મંગળવારે ધુળેટીની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. જોકે, સરકારે ધુળેટીની રજા બુધવારે જાહેર કરી છે. અામ, વિસંગતતા સર્જાઈ છે. અેવા સમયે જિલ્લા પંચાયતની જિલ્લા શિક્ષણ સમિતિ પાસે કેટલીક સ્થાનિક તહેવારોની રજા રાખવાની સત્તા છે, જેથી પ્રાથમિક શિક્ષકો અાશા રાખતા હતા કે, જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સોમવાર અને મંગળવારે હોળી દહનની રજા જાહેર કરવામાં અાવે.

કેટલાક જિલ્લાઅોમાં ધાર્મિક લાગણીને ધ્યાને રાખીને સોમવારે શાળાના સમયમાં ફેરફાર કરીને સવારથી બપોર સુધી શાળાની પાળી રાખવામાં અાવી હતી, જેથી જેઅો સોમવારે હોળી દહન મનાવવા માંગતા હોય અે શિક્ષકો બપોરે વતન જવા નીકળી શકે.

ત્યારબાદ મંગળવારે અને બુધવારે રજા કરાઈ હતી. પરંતુ, કચ્છ જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ગેરહાજરીમાં વહીવટી વિભાગે કોઈ કાર્યવાહી કરી ન હતી. જિલ્લા શિક્ષણ સમિતિઅે તો મંગળવારે હોળી દહનની રજા બાબતે નિર્ણય લીધો ન હતો. સંગઠનોની રજુઅાતનો હવાલો અાપીને મંગળવારે હોળી દહનની સ્થાનિક રજા જાહેર કરાયાની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઅો જાણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...