માંગ:સત્તાનો દુરુપયોગ કરવા બદલ માહિતી કમિશ્નર સામે ફોજદારી દાખલ કરો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4.50 લાખ લઇ સેવા સમાપ્તિ કરતા સાત વર્ષમાં 450થી વધુ રજૂઅાત કરાઇ હોવાના ગંભીર અાક્ષેપો : પશ્ચિમ કચ્છ અેસપીને અરજી અપાઇ
  • યુનિ​​​​​​​.ના રોજગાર-માહિતી કેન્દ્રના નાયબ વડાઅે નિયામકને પત્ર લખતા ખળભળાટ

યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર કચ્છના નાયબ વડાઅે માહિતી અાયોગના મુખ્ય માહિતી કમિશ્નર સામે ફોજદારી દાખલ કરવા માટે પશ્ચિમ કચ્છ અેસ.પી. અને નિયામક સમક્ષ લેખિત ધા નાખી હતી.

નાયબ વડા દિનેશભાઇ પરમારે પશ્ચિમ કચ્છ અેસ.પી. અને રોજગાર-તાલીમના નિયામકને કરેલી લેખિત રજૂઅાતમાં જણાવ્યું હતું કે, તત્કાલિન સચિવ અને માહિતી કમિશ્નર કિરીટ અધ્યર્યુ અને તેમના મળતીયા અન્ય વ્યક્તિઅો પાસેથી 4,50,000 રૂપિયા લીધા હતા, અને રકમ લઇ પરમારની ખોટી સેવા સમાપ્તિ કરી હતી. ભ્રષ્ટાચાર અંગે ન્યાય મેળવવા માટે સાત વર્ષમાં 450થી વધુ રજૂઅાત કરી હતી.

અાર.ટી.અાઇ.ની અપીલ કરાતા પ્રથમ સુનાવણી કિરીટ અધ્વર્યુની કોર્ટમાં જ રહેતા વિરોધ કરી અન્ય કોર્ટમાં કરવાનું જણાવ્યું હતું, જેથી બીજી અપીલ અમૃત પટેલ-મુખ્ય માહિતી કમિશ્નરની કોર્ટમાં સુનાવણી કરવામાં અાવી હતી. બંને વહીવટી વિભાગમાં સાથે હોવાથી તેમજ લાંબાસમયથી અેકબીજાના પરીચયમાં હોવાથી સેવા સમાપ્તિના હૂકમને માન્ય રાખ્યો હતો. પોતાના પદનો દુરુપયોગ કરી કાનુની કાર્યવાહી ઉભી કરી શકાય અેવો ખોટો હૂકમ પૂરાવા વગર કરવામાં અાવ્યો હોવાનો અાક્ષેપ પણ કરાયો છેે.

અરજીમાં પૂર્વ મુખ્યમંત્રીના ખાસ હોવાનો પણ કરાયો ઉલ્લેખ
અરજીમાં લખવામાં અાવ્યું છે કે કિરીટ અધ્વર્યુ સચિવાલયના જુદા-જુદા મહત્વના હોદાપર હોવાથી તેની સામે કોઇ કાર્યવાહી થઇ નથી. વળી પૂર્વ મુખ્યમંત્રી અાંનદીબેન પટેલના ખાસ હોવાથી તેની સામે 160થી વધારે પુરાવા સાથેની રજૂઅાત કરી હોવા છતાં કોઇ પગલા ભરાયા ન હતાં.

અમારું કામ અપીલ સાંભળી, ચુકાદો આપવાનો છે - માહિતી કમિશ્નર
આ અંગે માહિતી કમિશ્નર અમૃતભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, અમારું કામ લોકોની આરટીઆઈની અપીલ સાંભળી ચુકાદો આપવાનો છે. સરકારી અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા માટે સરકારની મંજુરી લેવી પડે છે તેમજ નાયબ વડા દિનેશ પરમારની ફરિયાદ અંગે તેમણે અજાણતા દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...