• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Farmers In Kutch Will Now Be Able To Spray The Crops With The Help Of Drones, The Application Will Have To Be Done On The I portal

ખેડૂતો માટે ખુશખબર:કચ્છમાં ખેડૂતો હવે ડ્રોનની મદદથી પાકમાં દવાનો છંટકાવ કરી શકશે, આઈ પોર્ટલ પર કરવાની રહેશે અરજી

કચ્છ (ભુજ )3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે આઈ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in(આઇ ખેડૂત) પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત વર્ષ 2022-23 માટે વિવિધ સહાયની અરજીઓ કરી શકાય છે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગથી છંટકાવની સેવાની અરજીઓ અંગે રાજ્ય સરકારે વર્ષ 2022-23 માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ 28 જુલાઈ 2022થી 26 ઓગષ્ટ 2022 સુધીમાં ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુક્યું છે.

એકર દીઠ ખેડૂતને રૂ 500 સુધીની રકમ મળી શકશે
આ યોજનામાં ખર્ચના 90% અથવા વધુમાં વધુ રૂ.500/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. જે ધ્યાને લઇ સૂચિત સમય મર્યાદામાં આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવ્યુ છે.

ઓટો ઈનવર્ડની પદ્ધતિ દાખલ કરવામાં આવી
વર્ષ 2022-23થી ખેડૂતો દ્વારા કરવામાં આવનાર અરજીઓના ઓટો ઈનવર્ડની પદ્ધતિ દાખલ કરવામાં આવી છે આથી, અરજદારે ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઈ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરિયાત રહેતી નથી તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...