• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Explosive Truth Against Lumpy Epidemic In Kutch, Animal Husbandry Staff Is Not Even Half Against 10.41 Lakh Milch Cows In The District!

ભાસ્કર એક્સક્લુઝિવ:કચ્છમાં લમ્પી રોગચાળા સામે સ્ફોટક સત્ય, જિલ્લામાં 10.41 લાખ દુધાળા ઢોર સામે પશુપાલનનો સ્ટાફ અડધો પણ નથી !

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • આળસુ - આગ લાગે ત્યારે કૂવો ખોદવો અને પશુઓના બદલે તંત્રના બચાવ સિવાય કોઈ કામગીરી નથી થતી
  • વહીવટી તંત્ર - જિલ્લાની ગ્રામ પંચાયત અને પાલિકાની પણ જવાબદારી નક્કી કર્યા વિના છૂટકો નથી
  • આયોજનનો અભાવ - શરૂઆતમાં જ રોગ દેખાયો ત્યારે સક્રિય થવાની જરૂર હતી

કચ્છ જિલ્લામાં 22 લાખ 76 હજાર 183 પશુઅો છે, જેમાં 5 લાખ 74 હજાર 837 ગાય અને 4 લાખ 66 હજાર 341 ભેંસ સંવર્ગના દુધાળા પશુઅોનો સમાવેશ થાય છે. હાલ કચ્છ જિલ્લામાં પણ ગાય અને ભેંસ સંવર્ગના દુધાળા પશુઅોમાં લમ્પી નામનો ચર્મરોગ ફેલાયો છે, જેથી જિલ્લા નાયબ પશુપાલન નિયામકની કચેરીઅો ઉપર માછલા ધોવાય છે. પરંતુ, ગાંધીનગરના પાપે મહામારીના સમયે કામગીરીમાં ગતિ લાવવા માટે મંજુર મહેકમનો અડધો સ્ટાફ પણ નથી, જેથી અાગ લાગે ત્યારે કૂવો ખોદવા અને પશુઅોને બદલે તંત્રના બચાવમાં કામગીરી શરૂ થઈ જાય છે.

કચ્છ જિલ્લામાં 23મી અેપ્રિલે લખપત તાલુકાના કૈયારી ગામમાં લમ્પીનો પ્રથમ કેસ દેખાયા બાદ જિલ્લા નાયબ પશુપાલન નિયામકની કચેરીઅે રસીકરણ સહિતની કામગીરી શરૂ કરી દીધી હતી. પરંતુ, ગ્રામ પંચાયતે તેમના તાબાના ગામડાઅોમાં પશુઅોની સ્થિતિ દર્શાવતો પત્રક નિભાવ્યો ન હતો, જેથી કયા પશુપાલકના કયા દુધાળા ઢોરને લમ્પીના લક્ષણો છે અને અેમાંથી કેટલાના મોત થયા છે.

અે હકીકત જાણી શકાઈ ન હતી. વળી જિલ્લા નાયબ પશુપાલન નિયામકની કચેરી બહુધા ગામડામાં અને માલિકોના ઢોર ઉપર કામ કરે છે, જેથી શહેરોના ઢોરોની સ્થિતિની માહિતી નથી રહેતી. જો ગામડામાં ગ્રામ પંચાયત અને શહેરોમાં નગરપાલિકાની જવાબદારી નક્કી કરવામાં અાવે તો અાગ લાગે ત્યારે કૂવા ખોદવા જેવો તાલ ન સર્જાય અને મહામારીમાં દુધાળા ઢોરોની મોટી નુકસાનીથી બચી શકાય. જે માટે ગ્રામ્ય સ્તરની જિલ્લા પંચાયત અને શહેર સ્તરે પ્રાદેશિક કમિશનરે પરિપત્રોથી જવાબદારી નક્કી કરવી જરૂરી છે.

તાલુકા મુજબ દુધાળા ઢોરો
તાલુકોગાયભેંસઘેંટાબકરા
{અબડાસા65376334149384157833
{અંજાર472133209511726443945
{ભચાઉ511634948110798649646
{ભુજ11068615619460545100609
{ગાંધીધામ154156466125634127
{લખપત34051514852971124718
{માંડવી83511176832408936920
{મુન્દ્રા59966245483232629173
{નખત્રાણા38928411694882151123
{રાપર68528538068348341163
કુલ574837466341610629439258

નિષ્ફળતા : તાલુકા અને જિલ્લા પંચાયતે ખાસ સામાન્ય સભા ન બોલાવી

ગામડામાં દુધાળા ઢોરોને લમ્પી ચર્મરોગ દેખાયો ત્યારે તો ઠીક પણ વકર્યો ત્યાં સુધી ગંભીરતા સમજીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે ખાસ સામાન્ય સભા બોલાવીને ગ્રામ્ય સ્તરે શું સ્થિતિ છે અને વકરતી સ્થિતિને કાબૂમાં લેવા થતી કામગીરીથી વાકેફ કરવાની તસદી લીધી ન હતી, જેથી કામગીરીમાં ગંભીરતા અાવી નહીં. જિલ્લા વિકાસ અધિકારીઅે છેક 21મી જુલાઈના પરિપત્ર બહાર પાડીને સરપંચ અને તલાટીની જવાબદારી નક્કી કરી હતી. અામ, પદાધિકારીઅો અને વહીવટી અધિકારીઅોમાં ગંભીરતાનો અભાવ દેખાઈ અાવ્યો.

ગામડામાં લમ્પીથી 1136 દુધાળા ઢોરના મોત
કચ્છ જિલ્લા નાયબ પશુપાલન નિયામક એચ.કે.ઠક્કરે જણાવ્યું હતું કે, 31 જુલાઈની સ્થિતિ જિલ્લામાં 2 લાખ 3 હજાર પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. કુલ 49,974 પશુઓની સારવાર કરાઈ છે. લમ્પી વાઈરસના લીધે કચ્છ જિલ્લામાં 1136 પશુઓના મોત થયા છે. જ્યારે લમ્પી વાઈરસથી અસરગ્રસ્ત હોય એવા 37,840 પશુઓની સારવાર કરવામાં આવી છે.

સુધરાઈઅે શહેરમાં ઢોરોનો સર્વે નથી કર્યો
ભુજ નગરપાલિકાઅે સહિતની સુધરાઈઅોઅે શહેરમાં કેટલા ઢોર છે અને ઢોરોના માલિકો કોણ છે. અેનો સર્વે કર્યો નથી, જેથી ઢોરોની સંખ્યા સ્પષ્ટ થતી નથી અને મહામારી સમયે સ્થિતિ પણ જાણી શકાઈ નથી. પરિણામ જિલ્લા નાયબ પશુપાલન નિયામકની કચેરી લાચારી અનુભવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...