કચ્છમાં ભાજપે છ અે છ બેઠક જીતી નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. કચ્છની છ બેઠકો પર ભાજપે અધધ 52 ટકા વોટશેર મેળવ્યો છે. તો કોંગ્રેસને માત્ર 33 ટકા મતોથી સંતોષ માનવો પડ્યો છે. અા અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં ભાજપને અત્યાર સુધી સાૈથી વધારે વોટશેર 1995માં 51 ટકા વોટશેર મેળવ્યો હતો. ત્યારે ભાજપે 5 બેઠકો જીતી લીધી હતી. હવે 2022નસ ચૂંટણીમાં ભાજપે છ અે છ બેઠક જીતી લીધી છે. ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી બેઠક પર જંગી લીડ હાંસલ કરી છે. તમામ બેઠકોના મતો લેખવામાં અાવે તો ભાજપને 52 ટકા વોટશેર મેળવ્યો છે.
જે અત્યાર સુધી હાઇઅેસ્ટ છે. તો કોંગ્રેસને માત્ર 33 ટકા વોટશેર મેળવ્યો છે. અબડાસામાં ભાજપને 49 ટકા, કોંગ્રેસને 43, માંડવીમાં ભાજપને 53 તથા કોંગ્રેસને 24 ટકા, ભુજમાં ભાજપને 53 જ્યારે કોંગ્રેસને માત્ર 20.4 ટકા, અંજારમાં ભાજપને 56 ટકા તો કોંગ્રેસને 35 ટકા, ગાંધીધામમાં ભાજપને 55 ટકા તો કોંગ્રેસને 30 ટકા અને રાપરમાં ભાજપને 46 તથા કોંગ્રેસને 45 ટકા મતો મેળવ્યા હતાં.
અામ અબડાસા અને રાપરમાં ભાજપ-કોંગ્રેસના વોટશેરમાં વધારે તફાવત નથી. અેકંદરે ભાજપને 52 ટકા મત મેળવ્યા છે. અેટલે કે મતદાન કરનારા અડધાથી વધુ લોકોઅે ભાજપને મત અાપ્યા છે. બાકીના અધડા લોકોમાં કોંગ્રેસ સહિતના પક્ષો અને અપક્ષોને મત પડ્યા છે.ભાજપ-કોંગ્રેસ અને એઆઇએમઆઇએમના ઉમેદવાર સહિત 13 ઉમેદવારોએ ડિપોઝીટની રકમ બચાવી શક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.