‘નલ સે જલ યોજના’ નિષ્ફળ:નર્મદા મોડકૂબા સુધી ભલે પહોંચી પણ કચ્છમાં ટેન્કરરાજ હજુ યથાવત્ !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં હાલ માત્ર બે જિલ્લામાં 10થી15 ગામમાં ટેન્કર વડે પાણી: અફસોસ મોટાભાગના ગામ કચ્છના
  • ​​​​​​​જ્યાં નર્મદા કેનાલ છે તેવા રાપર અને ભુજના બન્નીના ગામોમાં ‘નલ સે જલ યોજના’ નિષ્ફળ

કચ્છમાં અેક બાજુ દાયકા બાદ નર્મદાની બ્રાન્ચ કેનાલનું કામ અાખરે પૂર્ણ થયું છે. જેનો યશ ખાટવા સત્તાપક્ષ અનેક મોટા દાવાઅો કરે છે. તેની બીજીબાજુ હજુ પણ કચ્છમાં વાસ્તવિક પરિસ્થિતિ અે છે કે અહીં ટેન્કરરાજનું અસ્તિત્વ છે. રાજ્યમાં હાલ દૈનિક 10 થી 15 ગામોમાં ટેન્કર વડે પાણી અાપવામાં અાવે છે. જેમાંથી મોટાભાગના ગામો કચ્છના હોય છે. રાજ્યમાં માત્ર બે જિલ્લા કચ્છ અને બનાસકાંઠામાં હજુ પણ કેટલાક ગામોમાં ટેન્કર વડે પાણી અાપવુ પડી રહ્યું છે.

નર્મદાની મુખ્ય બ્રાન્ચ કેનાલમાં સાૈથી છેલ્લે સરકારે કચ્છનું કામ પૂર્ણ કર્યું છે. મોડકૂબા સુધી કેનાલ બન્યા બાદ પણ નબળુ કામ અને અનિયમીત પાણી હજુ અેક સમસ્યા છે. જોકે બ્રાન્ચ કેનાલ બન્યા બાદ હવે પેટા કેનાલ અને વધારાના પાણીના કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ છે. બીજીતરફ પીવાના પાણીની સમસ્યા યથાવત છે. ખાસ કરીને ભુજ અને રાપર તાલુકાના અનેક ગામોમાં હાલ ટેન્કર વડે પાણી અપાઇ રહ્યું છે. ચોંકાવનારી વાત તો અે છે કે રાપરમાં તો નર્મદાની કેનાલ હોવા છતાં તેનો લાભ ગામોને મળી રહ્યો નથી. હાલ રાજ્યમાં બનાસકાંઠા અને કચ્છમાં જ ટેન્કર વડે પાણી અપાઇ રહ્યું છે.

તેમાં પણ બનાસકાંઠામાં તો અેકાદ-બે ગામોમાં ટેન્કર વડે પાણી અપાય છે. પરંતુ કચ્છના 10ની અાસપાસ ગામોમાં સરકાર નળ વડે પાણી અાપવામાં નિષ્ફળ છે. ખાસ કરીને બન્નીના ગામોમાં અા સમસ્યા વર્ષો જૂની છે. અહીં પાણી પુરવઠા બોર્ડની બન્ની નિષ્ફળ યોજનાના લીધે લોકોને સહન કરવાનો વારો અાવ્યો છે. છેલ્લા ત્રણેક દિવસના અાંકડા જોવામાં અાવે તો 9/1ના રાજ્યમાં કુલ 9 ગામોમાં ટેન્કર વડે પાણી અપાયું હતું. જેમાં કચ્છના 7 ગામ હતાં. જેમાં ભુજના 2 અને રાપરના 5 ગામાં કુલ 13 ટેન્કરના ફેરા કરવામાં અાવ્યા હતાં. તો તા. 10-1ના બનાસકાંઠાના 3 અને કચ્છના 13 ગામમાં ટેન્કર દોડ્યા હતાં. જેમાં ભુજના 7 અને રાપરના 6 ગામમાં અધધ 23 ફેરા કરાયા હતાં. તો તા.11-1ના રાજ્યમાં કુલ 14 ગામમાંથી કચ્છના 11 ગામમાં ટેન્કર વડે પાણી અપાયું હતુું.

ભુજ અને રાપરના અા ગામોમાં ટેન્કર વડે પાણી
કચ્છમાં હાલ ભુજ અને રાપરના ગામોમાં પાણી સમસ્યા છે. જેમાં ભુજ તાલુકાના ડુમાડો, મિસરીયાડો, ભીટારા, ધ્રોબાણા, ખાવડા, લુડિયા, લુણા, રતડીયા, દિનારા, કુરનનો સમાવેશ થાય છે. જ્યારે રાપરમાં લાખાગઢ, સણવા, સોમાણીવાંઢ, વેકરા, ભીમાસર, લોદ્રાણી (પારકરાવાંઢ),વલ્લભપરનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...