વિવાદ:ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ ભલે નિષ્ફળ ગઇ પણ ગેરકાયદેસર સ્ટ્રીમિંગ પર ચર્ચામાં !

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાકિસ્તાની વાયુસેનાએ ભુજ પર કરેલા હુમલાને કેન્દ્રમાં રાખી ફિલ્મ બની હતી
  • દિલ્હી હાઇકોર્ટે કચ્છમાં શૂટ થયેલી ફિલ્મના ગેરકાયદેસર પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો

કચ્છની પૃષ્ઠભૂમિ અને અહીં શૂટ થયેલી અજય દેવગણ અભિનીત ભુજ-ધ પ્રાઇડ અોફ ઇન્ડિયા ફિલ્મ બોક્સ અોફિસ પર નિષ્ફળ ગઇ છે. કચ્છમાં પણ અા ફિલ્મને કોઇ વધારે પ્રતિસાદ સાપડ્યો ન હતો. પરંતુ અા ફિલ્મ ગેરકાયદેસર સ્ટ્રીમિંગના કારણે ફરી ચર્ચામાં છે. દિલ્હી હાઇકોર્ટે ફિલ્મના ગેરકાયદેસર પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. હાલ બિલાડીના ટોપની જેમ ઊભી થયેલી અનેક વેબસાઇટના કારણે અનેક ફિલ્મો લીક થઇ રહી છે. તો ગેરકાયદેસર અપલોડ પણ કરવામાં અાવી રહી છે. જેમાં ભુજ- ધ પ્રાઇડ અોફ ઇન્ડિયા પણ અનેક વેબસાઇટ પર ગેરકાયદેસર પ્રસારીત થઇ રહી છે.

તેથી ફિલ્મના નિર્માતાઅો કોર્ટમાં પહોંચ્યા હતાં. તેવામાં દિલ્હી હાઇકોર્ટે ફિલ્મના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ પર રોક લગાવી હતી. સાથે ગેરકાયદેસર વેબસાઈટને બ્લોક કરવાનો પણ અાદેશ જારી કર્યો હતો. હાઈકોર્ટે 700 થી વધુ વેબસાઈટને ફિલ્મને ગેરકાયદેસર રીતે સ્ટ્રીમ કરવાથી કાયમી ધોરણે રોકી દીધી છે અને અાવી વેબસાઈટ્સને બ્લોક કરવાના તેના અગાઉના આદેશની પુષ્ટિ કરી હતી.

કોર્ટે દ્વારા આ આદેશ ફિલ્મના નિર્માતાઓ દ્વારા કરવામાં આવેલા મુકદ્દમા પર પસાર કરવામાં આવ્યો હતો જેમાં ઘણી વેબસાઈટને તેની પાઈરેટેડ નકલો ગેરકાયદેસર રીતે સ્ટ્રીમ કરવાથી રોકવામાં અાવે તેવી માંગદ કરી હતી. અા અાદેશના લીધે ફિલ્મ નિર્માતાઅોને ફાયદો થશે. નોંધનીય છે કે વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર અા ફિલ્મ બની હતી.

પાકિસ્તાનની વાયુસેના દ્વારા યુદ્ધ વખતે ભુજ અેરબેઝ પર બોમ્બબારી કરી ભારી નુકસાન કરવામાં અાવ્યુ હતું. પરંતુ કચ્છની મહિલાઅો અને લોકોઅે યુદ્ધ વચ્ચે પણ રન વે તૈયાર કરી દીધો હતો. અા વિષયને કેન્દ્રમાં રાખી ફિલ્મ બનાવાઇ હતી. જોકે ફિલ્મ ખૂબ જ નબળી બની હોવાથી દર્શકોને પસંદ અાવી ન હતી. ખાસ વાત અે હતી કે કચ્છના ભાૈગોલિક સ્થાનો, યુદ્ધ વખતે કચ્છના ઇતિહાસ અને સામાજિક મુદ્દાઅો પણ ફિલ્મમાં ખોટા દર્શાવાયા હતાં. જેથી ફિલ્મ જોઇને કચ્છના દર્શકો પણ ચોંકી ગયા હતાં.

ક્લાઈમેક્સનું કાઠડા અેરસ્ટ્રીપ પણ ફિલ્માંકન થયુ હતું
ફિલ્મનું ક્લાઈમેક્સ માંડવી પાસેની કાઠડા અેરસ્ટ્રીપ પર ફિલ્માવાયુ હતું. નોંધનીય છે કે ત્યારે પણ ક્લાઇમેક્સનો થોડો ભાગ લીક થઇ ગયો હતો. તે વખતે પણ અા બાબત ચર્ચામા અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...