ભાસ્કર ફોલોઅપ:વિવાદમાં આવેલા LLM કોર્ષના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં અડધા છાત્રો પણ ન આવ્યા !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગત 7 મે ના મળેલી ઇસી મિટીંગમાં આ કોર્ષ માટે BCIની મંજુરી જરૂરી હોય તો મંજુરી લીધા બાદ  આગળની કાર્યવાહી કરવા  ઠરાવ કરાયો હતો. - Divya Bhaskar
ગત 7 મે ના મળેલી ઇસી મિટીંગમાં આ કોર્ષ માટે BCIની મંજુરી જરૂરી હોય તો મંજુરી લીધા બાદ આગળની કાર્યવાહી કરવા ઠરાવ કરાયો હતો.
  • યુનિવર્સિટીની અધકચરી કામગીરીથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ઘટ્યો
  • મંજુરીની ગૂંચ તો ન ઉકેલાઈ પણ ફી,અભ્યાસક્રમ,ભવન, પ્રોફેસર સહિતના પ્રશ્નો પણ નિરુત્તર

કચ્છ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવનાર LLM કોર્ષના વિવાદનો મુદ્દો હાલ ચર્ચાના સ્થાને છે તેવામાં ફોર્મ ભરનારા છાત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા.જોકે છાત્રો તરફથી નીરસ પ્રતિસાદ અપાયો હોય તેમ માત્ર પા ભાગના વિદ્યાર્થીઓ જ યુનિવર્સિટીમાં આવ્યા હતા.

છેલ્લા 1 વર્ષથી યુનિવર્સિટી દ્વારા આ કોર્ષ શરૂ કરવાની વાતો કરવામાં આવી રહી છે પણ શરૂઆતથી આયોજનનો અભાવ હોઇ આજે સપ્ટેમ્બર આવી ગયો તેમ છતાં કોર્ષ શરૂ થવાના કોઈ જ ઠેકાણા નથી.એકતરફ તજજ્ઞો જણાવે છે કે,આ કોર્ષ શરૂ કરવા માટે નવા નિયમો મુજબ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજુરી જરૂરી છે જોકે યુનિવર્સિટીના સતાધીશો એવો દાવો કરે છે કે,આ કોર્ષ શરૂ કરવા મંજૂરીની આવશ્યકતા નથી.ખેર મંજુરીના પ્રશ્નને સાઇડમાં કરીએ પણ અન્ય આનુસંગિક વ્યવસ્થા પણ કરવામાં નથી આવી જેમ કે,હજી સુધી કોર્ષ નક્કી કરવામાં આવ્યો નથી.

છેલ્લી ઘડીએ ગુજરાત યુની.નો કોર્ષ કોપી કરવાની હિલચાલ છે તેમજ ફી,પ્રોફેસર,ભવન સહિતના પ્રશ્ન નિરુતર જ રહ્યા છે.આ વચ્ચે ભાસ્કરમાં અહેવાલ પ્રકાશીત થયા બાદ હરકતમા આવેલા તંત્ર દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વિદ્યાથીઓને બોલાવવામાં આવી રહ્યા છે. જેમાં તા.8 થી 13 નવેમ્બર દ૨મ્યાન શિડ્યુઅલ અનુસાર રૂબરૂમાં અસલ માર્કશીટો સાથે ઉપસ્થિત રહેવા જણાવાયું હતું.

જોકે,શરુઆતના ત્રણ દિવસોમાં કુલ ફોર્મ ભરનારા 250 વિદ્યાથીઓ પૈકી અડધાથી ઓછા છાત્રો જ હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઝડપથી આનુસંગિક વ્યવસ્થા ઉભી કરવા સાથે નિર્ણયો લઈને અભ્યાસકાર્ય શરૂ કરવામાં આવે તેવો સુર પણ ઉઠવા પામ્યો છે.

કુલપતિ સ્પષ્ટ માહિતી આપી ન શક્યા
LLMનો કોર્ષ શરૂ કરવા માટે બાર કાઉન્સીલની મંજુરી લેવામાં નથી આવી તે બાબતે યુનિવર્સિટીના કુલપતી પ્રો.જયરાજસિંહ જાડેજાને પુછતા તેમણે આવી મંજુરી જરૂરી ન હોવાનું કહ્યું હતું.જોકે આ સિવાય ફી,અભ્યાસક્રમ, ભવન, પ્રોફેસર સહિતની આનુસંગિક માહિતી બાબતે પુછતા તેઓ કઈપણ માહિતી આપી શક્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...