• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Even After Getting In principle Approval In The General Meeting Of The Zilla Panchayat, The Development Works Did Not Take Off

તંત્ર નિદ્રાંધિન:જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ પણ વિકાસ કામોની ગાડી પાટે ન ચડી

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 29મી સપ્ટેમ્બરે મળેલી સભા બાદ એકેય કામની તાંત્રિક કે વહીવટી મંજૂરી અપાઈ નથી
  • પદાધિકારીઓ ઠરાવ કરવામાં માહિર સામે વહીવટી અધિકારીઓ મંજૂરી આપવામાં બહુ ઢિલા

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં દરખાસ્તો બાદ ઠરાવો પસાર કરી વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજુરી અાપી દેવાય છે. પરંતુ, ત્યારબાદ તાંત્રિક મંજુરી અને વહીવટી મંજુરીમાં ભારે વિલંબ થાય છે. છેલ્લે સપ્ટેમ્બર માસની 29મી તારીખે પદાધિકારીઅોઅે ઠરાવો કરી નાખ્યા છે. પરંતુ, હજુ સુધી હજુ સુધી વિકાસ કામોની ગાડી પાટે ચડી નથી. કચ્છ જિલ્લાના ગામડાઅોમાં વિકાસ કામો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને અાવેલા પદાધિકારીઅોની દરખાસ્તો અને ઠરાવોથી સૈદ્ધાંતિક મંજુરીથી થતા હોય છે.

જિલ્લા પંચાયતમાંથી રકમ ફાળવીને સૈદ્ધાંતિક મંજુરી મળ્યા બાદ ખર્ચની અંદાજિત રકમ સ્પષ્ટ કરવા તાલુકા પંચાયતમાં તાંત્રિક મંજુરી માટે મોકલવામાં અાવે છે. પરંતુ, જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ચૂંટાયેલા સદસ્યોઅે વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજુરી અાપ્યા બાદ વહીવટી અધિકારીઅો તાલુકા પંચાયતમાં તાંત્રિક મંજુરી મેળવવામાં ઢિલા સાબિત થઈ રહ્યા છે. વહીવટી મંજુરી તો બહુ દૂરની વાત થઈ જાય છે. જે છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહ્યું છે. અામ જોઈઅે તો અેમાં વહીવટી અધિકારીઅો પાસેથી કામ લેવામાં પદાધિકારીઅો ઢિલા સાબિત થઈ રહ્યા છે.

અેવું સ્પષ્ટ થઈ જાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ 29 સપ્ટેમ્બરની સામાન્ય સભા તો ઠીક પણ અગાઉની સામાન્ય સભાઅોમાં મળેલી સૈદ્ધાંતિક મંજુરી બાદ તાંત્રિક અને વહીવટી મંજુરીમાં ભારે વિલંબ થયો હતો. છેલ્લે 29મી સપ્ટેમ્બરે મળેલી સામાન્ય સભામાં સૈદ્ધાંતિક મંજુરી અપાયા બાદ અેકેય કામની તાંત્રિક મંજુરી અને વહીવટી મંજુરી અપાઈ જ નથી. જે બાબતે વિકાસ શાખાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી રોહિત બારોટને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અાચાર સંહિતાને કારણે સમગ્ર પ્રક્રિયા અટકી છે.

અન્ય સમાચારો પણ છે...