• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Even After 100 Years, Residents Of Mithaport In Kandla Are Forced To Spend Their Lives In Darkness Without Getting A Legal Electricity Connection.

વીજજોડાણનો અભાવ:કંડલાના મીઠાપોર્ટના રહેવાસીઓને 100 વર્ષ બાદ પણ કાયદેસરના વીજજોડાણ ન મળતા અંધકારમાં જીવન વિતાવવા મજબૂર

કચ્છ (ભુજ )5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 195 ઘરોમાં કાયદેસરના વીજ જોડાણ લગાવવા આપ દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ
  • ગાંધીધામ આદિપુર પહેલા વસેલું મીઠા પોર્ટ તમામ મૂળભૂત સુવિધાથી વિમુખ

કંડલા નજીકના મીઠા પોર્ટ વસાહતના લોકો મૂળભૂત સુવિધાના અભાવે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને વીજ જોડાણના અભાવે મીઠાપોર્ટના હજુ પણ 195 જેટલા પરિવારો અંધકારમાં જીવન વિતાવી રહ્યા છે. કંડલાના મીઠાપોર્ટના રહેવાસીઓને 100 વર્ષ બાદ પણ કાયદેસરના વીજ જોડાણ મળ્યા નથી. આ અંગે કલેક્ટર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરે હકારાત્મક પ્રતિસાદ આપ્યોઃ આપ
ગાંધીધામ શહેર પૂર્વે વસેલા આ વિસ્તારમાં લાઇટ પાણીની સગવડ મળવા અંગે આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિકના વિવિધ તંત્ર પાસે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સરકારી રાહે રેકોર્ડમાં ના આવતી આ વસાહતમાં વીજ જોડાણની માગ ભુજ કલેકટર સમક્ષ કરવામાં આવી હતી. શ્રમજીવી પરિવારો પ્રત્યે સંવેદના રાખી જિલ્લા સમહર્તા દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનું આપ દ્વારા જણાવાયું હતું.

મીઠા પોર્ટ વસાહતના લોકોને કાયદેસરના વીજ જોડાણ મળવા અંગે ભુજ કલેક્ટર સમક્ષ ગાંધીધામ વિધાન સભાના સંગઠન મંત્રી અનવર પઠાણની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી. આ વેળાએ આમ આદમી પાર્ટીના રાજ્ય માયનોરિટી ઉપપ્રમુખ કે કે અંસારી, ભરત મ્યાત્રા, પૂર્વે કચ્છ જિલ્લા ઉપપ્રમુખ રાજુ લખાણી, સંગઠન મંત્રી રાયશી દેવરિયા અને અંજારના રમેશ કુડેચા, વિષ્ણું ક્રીપલાની, નવીન લાંભા સહિત મીઠા પોર્ટના રહેવાસીઓ વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...