ક્રિકેટ સટ્ટા:આઇપીએલની 55 મેચોમાં ભુજના બુકીઓનું ધોવાણ, ગ્રાહકોને ઘી કેળા

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાના બુકીઓ માર્કેટમાંથી ખોવાયા: સિઝન ખરાબ જવાના એધાણ
  • મોટા બુકીઓને દર બે-ત્રણ ​​​​​​​દિવસે લાઇન બંધ કરી આરામ કરવાનું મુનાસીબ લાગ્યું

ઇન્ડિયન પ્રિમિયર લીગની 2022ની સીઝનમાં દરરોજ મેચ ઉલટા થઇ જતી હોવાથી બુકીઅોનું ધોવાણ થયું છે અને ગ્રાહકોને લાભ થયો છે. ભુજના બુકીઅો અત્યાર સુધીની 55 મેચોમાં ધોવાઇ ગયા છે અને ગ્રાહકો જ રૂપીયા જીત્યા છે. નાના બુકીઅો તો મેચ ઉડી જવાને કારણે માર્કેટમાંથી ખોવાઇ ગયા છે. અા મેચની સીઝન બુકીઅો માટે ખરાબ જવાના અેંધાણ દેખાઇ રહ્યા છે. ક્રિકેટ સટ્ટામાં જુગાર રમાડનાર જ વધુ પૈસા કમાતા હોય છે તેવી કહેવત અા વર્ષે અાઇપીઅેલની સીઝનમાં ઉંધી પડી છે.

અત્યાર સુધી 55 મેચ રમાઇ છે જેમાં તમામ મેચમાં બુકીઅોનું ધોવાણ થઇ ગયું છે, અંતિમ તબક્કે જ ભાવ નીચા જઇ ઉચા જતા હોવાથી બુકીઅોનું ધોવાણ થયું છે અને ગ્રાહકો રૂપિયા કમાય છે. શરૂઅાતમાં થોડીક મેચમાં ગ્રાહકો પૈસા જીતી જાય પણ બાદમાં તમામ દિવસો બુકીના હોય છે તેવી પરીસ્થિતિ દરેક સીઝન ટાણે હોય છે પણ અા સીઝનમાં અત્યાર સુધી અેકેય મેચ બુકીની તરફેણમાં નથી અાવી. મેચમાં ગ્રાહકોની તરફેણમાં જતી હોવાથી નાના બુકીઅો તો માર્કેટમાંથી જ ખોવાઇ ગયા છે. અમુક બુકીઅો સોદા લખવાને બદલે પટિંગ કરતા થઇ જતા તેમનું પણ ધોવાણ થઇ ગયું છે.

ક્રિકેટ સટ્ટાના વર્તુળમાંથી જાણવા મળતી વિગતો મુજબ નાના બુકીઅો તો માર્કેટમાંથી ખોવાઇ ગયા છે પણ મોટા બુકીઅો પણ દર બે-ચાર દિવસે લાઇન બંધ કરી અારામ કરતા થઇ ગયા છે. અાઇપીઅેલની સીઝનમાં બુકીઅોને અારામ કરવાનો સમય મળતો નથી પણ અા વખતે મેચ જ ખરાબ જતી હોવાથી બુકીઅો અારામ કરવા માટે અેક-બે દિવસ અારામ રાખી લાઇન બંધ કરવા બહાનુ અાગળ ધરી દેતા થયા છે.

છેલ્લી 10 મેચો બુકીની તરફેણમાં અાવશે
અાઇપીઅેલની સીઝનમાં અત્યાર સુધી તમામ મેચ ગ્રાહકોની તરફેણમાં ગઇ છે અને બુકીઅો લાખો રૂપિયામાં ધોવાઇ ગયા છે. જો કે અમુક મોટા બુકીઅો હજુ અાશા રાખી બેઠા છે કે છેલ્લી દસ મેચો પણ બુકીની તરફેણમાં અાવે તોય સીઝનમાં ગૂમાવેલા રૂપિયા કવર થઇ જશે. અલબત્ત અાઇ.પી.અેલ. પૂર્ણ થયા બાદ થોડા સમય પછી વર્લ્ડકપની સીઝન શરૂ થઇ જશે, ત્યારે અાઇપીઅેલમાં ગૂમાવેલા રૂપિયા કવર થઇ જશે તેમ વિચારી મનને દિલાસો અાપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...