કામગીરી:મુન્દ્રા પોર્ટ પર આવતા ટાયરોના કન્ટેનરોમાં મિસડિકલેરેશન ન થાય તેના પર બાજનજર

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બે સપ્તાહ પૂર્વે દસ કન્ટેનરમાં દાણચોરી થઇ હોવાના અહેવાલ બાદ કસ્ટમ વિભાગ આખરે જાગ્યું
  • દરેક કન્ટેનરમાં 2200થી 2600 ટાયરનું ડિકલેરેશન કરી 3400 ટાયર મંગાવાયા હતા

મુન્દ્રા પોર્ટ પર દુબઇથી અાયાત થયેલા જૂના ટાયરના દસ કન્ટેનરમાં મિસડિકલેરેશન અને ડયુટી ચોરી હોવા અંગેનો અહેવાલ પ્રકાશિત કરાયો હતો, દાણચોરીના અહેવાલ બાદ અાયાત કરતી દિલ્હી, પંજાબ અને મેરઠની પાર્ટીઅો તેમજ ભ્રષ્ટ કસ્ટમ કલિયરિંગ અેજન્ટમાં સોપો પડી ગયો હતો. બે સપ્તાહ પૂર્વેમુન્દ્રા પોર્ટ પર દુબઇથી અાવેલા 10 કન્ટેનરમાં જૂના ટાયરનું ડિકલેરેશન કરી નવા ટાયર મંગાવી લેવાયા હતા, તો દરેક કન્ટેનરમાં 2200થી 2600 ટાયરનું ડિકલેરેશન કરી 3400 ટાયર મંગાવાયા હતા. જો કે અા સમગ્ર દાણચોરીના કારસ્તાન અંગે શરૂઅાતમાં કસ્ટમ તંત્રઅે માૈન ધારણ કરી લીધું છે.

પ્રિમિયર કાર જેવી કે અોડી, મર્સિડિઝ, વોલ્વો બસ સહિતની કંપનીના મોંઘાદાટ નવા ટાયર જૂના ટાયરની અાડમાં ઘુસાડયા હતા. પાંચ-પાંચ ટાયરનું બન્ડલ કન્ટેનરમાં મુકવામાં અાવે છે જેમાં બે અને ત્રણ નંબરનું ટાયર નવું હોય છે.

કેન્દ્રીય અેજન્સી સાથે ખાસ ધરોબો ધરાવતા અને અગાઉ સિગરેટ સિવાય અનેક મિસડિકલેરેશનના કિસ્સામાં જેનું નામ ઉછળી અાવ્યું છે તે ક્લિયરિંગ અેજન્ટની સંડોવણીથી અા ટાયરના કન્ટેનોરમાં અોછી-વધુ ડ્યુટી ભરી તમામ કન્ટેનરોને રીલીઝ કરી દેવાયા હતા. જો કે, સમગ્ર દાણચોરીના કારસ્તાન બાદ ક્લિયરિંગ અેજન્ટ અને ટાયર માફીયાઅોમાં સોપો પડી ગયો હતો. બીજીતરફ, ચંદીગઢ અને દિલ્હીની પાર્ટીના ચાર કન્ઝાઇમેન્ટ 7 અને 19 અેપ્રિલ અાવ્યા બાદ પેન્ડિંગ હોવાનું સુત્રોઅે કહ્યું હતું.

ભારતીય ટાયર કંપનીની ફરિયાદ પણ મીનીસ્ટ્રીમાં પહોંચી
વિદેશથી મુન્દ્રા પોર્ટ પર જૂના ટાયરની અાડમાં નવા ટાયર મંગાવાય છે, જે ટાયર પર ડ્યુટી લાગતી ન હોવાથી અોછા ભાવે ભારતમાં વહેંચાય છે જેના કારણે ભારતીય કંપનીઅોને પણ અસર પહોંચે છે. પોર્ટ પર દાણચોરી કરી નવા ટાયરની અાડમાં જૂના ટાયર મંગાવી વેંચાતા હોવાથી ભારતીય ટાયર કંપનીઅોની ફરિયાદ પણ મીનીસ્ટ્રીમાં પહોંચી હોવાનું સુત્રોઅે જણાવ્યું હતું. તો અા સમગ્ર કારસ્તાન અંગે જી.અેસ.ટી. વિભાગમાં પણ ફરિયાદ પહોંચી હોવાનું સુત્રોઅે ઉમેર્યું હતું.

10 કન્ટેનરની તપાસ અેસ.અાઇ.અાઇ.બી.ને સોંપાઇ
કસ્ટમના પુનીત ગુણવાન સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, સપ્તાહ પૂર્વેના ટાયરના દસ કન્ઝાઇમેન્ટ અંગેની તપાસ અેસ.અાઇ.અાઇ.બી.ને સોંપી દેવાઇ છે જે અંગે તેઅો કંઇ કહી શકે તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...