બિદડામાં સર્વોદય ટ્રસ્ટ આયોજિત 48મા મેડિકલ અને સર્જિકલ કેમ્પ દરમિયાન હાડકાના રોગથી પીડિત 11 જેટલા બાળકોની વિના મૂલ્યે શસ્ત્રક્રિયા કરાઇ હતી. સ્વ.અશોક પારેખના સ્મરણાર્થે હ.અમી અશોક પારેખના સહયોગે યોજાયેલા કેમ્પમાં ડો. તરલ નાગડા અને ડો. ગીરીશ નાથાણીએ બાળ હાડકાં રોગના દર્દીઓની તપાસણી કરાઇ હતી જે પૈકી ઓપરેશન માટે પસંદ કરાયેલા 11 બાળકોના નિ:શુલ્ક ઓપરેશન કરાયા હતા. એનેસ્થેટીક તરીકે ડો. રાજા નરશાપુરકર અને ડો. રામેશ્વર મહામાને સેવા આપી હતી.
ઓપરેશન બાદ કસરતની જરૂર હોતાં જયા રિહેબિલીટેશન સેન્ટરના ડો. લોગ નાથન, ડો. પ્રિયંકા છેડા અને ડો. યશસ્વી પટેલ હાજર રહ્યા હતા. હરીશચંદ્ર કુબલ અને ધ્રુવ મહેતા ધ્વારા બાળકો માટે હાથ, પગ અને કમરના પટ્ટા વિના મૂલ્યે બનાવી આપવામાં આવ્યા હતા. આ તકે ડો. જયદીપ દામલેએ જણાવ્યું હતુ કે કેટલાક બાળકોને જન્મથી જ હાથ પગ વળેલા, ચાલવામા તકલીફ હતી જે વધતી ઉંમર સાથે વધવા લાગી હતી તેમના ઓપરેશન કરી સારવાર કરાઇ હતી. ટ્રસ્ટના ચેરમેન વિજય છેડાએ તબીબોની સેવાઓ બિરદાવી હતી. ટ્રસ્ટી શાંતિભાઈ વીરા, ડો. મયુર મોતા, હેમંતકુમાર રાંભિયાએ આભાર વ્યકત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.