વીજ ચોરી:પૂર્વ કચ્છમાં બે દિવસમાં 69.44 લાખની વીજ ચોરી પકડી પડાઇ

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજાર-ભચાઉની વીજ કચેરી હેઠળના વિસ્તારોમાં ટીમો ત્રાટકી

પૂર્વ કચ્છમાં બુધ અને ગુરૂવારે પીજીવીસીએલ દ્વારા ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન અંજાર અને ભચાઉની વીજ કચેરી તળે આવતા વિસ્તારોમાંથી 69.44 લાખ જેટલી વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહીને પગલે ચોરી સાથે વીજ વપરાશ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. અંજાર અને ભચાઉ વિભાગીય કચેરી હેઠળની અંજાર શહેર, અંજાર ગ્રામ્ય-1 અને 2, મેઘપર(બો) અને સામખિયાળી પેટા વિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની 101 જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.

આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 654 જેટલા વીજ જોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 105 કનેક્શનમાંજુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. 69.44 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યા હતા. એપ્રિલ-22થી ડિસેમ્બર-22ના સમયગાળા દરમિયાન અંજાર વર્તુળ કચેરી હેઠળ કુલ 29499 વીજ જોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જેમાંથી કુલ 3309 વીજ જોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. 14.60 કરોડના દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે. જ્યારે ભુજ અને અંજાર વર્તુળ કચેરી તળે ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ 490358 કનેકશન ચકાસીને કુલ 57815 વીજજોડાણોમાંથી ગેરરીતિ પકડી પાડી કુલ રૂ.148.29 કરોડના બિલ આપવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...