ભુજમાં મહાસભાનો પ્રચાર:રવિવારે AIMIM ના અધ્યક્ષ ઓવૈસીની ચૂંટણીલક્ષી સભા

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જંગી મેદની એકત્ર કરવા પક્ષના કાર્યકરો દ્વારા કરાતો પ્રચાર

આગામી તારીખ 11 અને 12મી જૂને ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈતેહાલ મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ બેરિસ્ટર અસદુદીન ઓવૈસીની કચ્છ મુલાકાતને લઈને સમગ્ર કચ્છમાં તૈયારીનો માહોલ સર્જાયો છે. છેલ્લા સાત દિવસથી પાર્ટીના પ્રદેશ ઉપ પ્રમુખ સિકલભાઈ સમા અને કચ્છ જિલ્લા પ્રમુખ હાજી ઈબ્રાહીમ હાલેપોત્રા તેમજ કચ્છ મજલિસના તમામ હોદેદારો અને જવાબદારો કચ્છના તમામ વિસ્તારોમાં પ્રવાસ કરીને ઓવૈસીની ભુજ ખાતે મહા સભાનો પ્રચાર કરી રહયા છે.

ગત સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં અમદાવાદ મહાનગર પાલિકા અને મોડાસા તેમજ ગોધરા નગર પાલિકામાં સફળતા મેળવીને AIMIM આગામી સમયમાં આવનાર વિધાનસભા ચૂંટણીમાં પણ સફળતાની આશા છે, ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદીન ઓવૈસીએ તાજેતરમાં સુરત, વડગામ, અને માંગરોળમાં જનસભાને સંબોધતા કચ્છ જિલ્લામના પણ સભ્યોએ સ્થાનિક નેતાઓ સમક્ષ લાગણી અને માંગણી મૂકી હતી.

પ્રદેશ કક્ષાએથી તા.12મીએ ભુજમાં મહાસભાની જાહેરાત થતા AIMIM કચ્છ જિલ્લાના તમામ હોદેદારોની તા.1લી એ ખાસ બેઠક ભુજ ખાતે યોજવામાં આવી હતી. જેમાં કચ્છના ખૂણે ખૂણાથી પ્રજાની જંગી જન મેદની એકત્ર કરીને દેશના લઘુમતિઓ, શોષિતો અને પછાત સમુદાયોના અધિકારો માટેની લડતમાં કચ્છની પ્રજા પણ શામેલ છે તે પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ કરાયો હતો. તા.11મીએ કચ્છના બુધ્ધિજીવી ઉલમા એ કિરામ સાથે ઓવૈસી સંવાદ કરશે અને દેશના સાંપ્રત પ્રશ્નો અંગે સંવાદ કરશે.

અન્ય સમાચારો પણ છે...