ચર્ચા:કાં દુષિત પાણીની સમસ્યા છે, કાં મફત ટેન્કર ફરી શરૂ કર્યા છે !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા ક્યાંક તો કબૂલ કરે કે કઈ વ્યવસ્થામાં નબળી પડી
  • કોના પાપે તંત્ર ખાડે જઈ રહ્યું છે એ લોકોને જણાવો તો ખરા

નગરપાલિકામાં પાછલે બારણેથી ફરી મફત ટેન્કર શરૂ થઈ ગયાની ચર્ચાઅે જોર પકડ્યું છે. બીજી તરફ નળ વાટે દુષિત પાણી વિતરણની સર્જાઈ હોઈ ટેન્કર મારફતે પાણી પૂરું પાડવું પડે છે અેવો ખુલાસો થઈ રહ્યો છે, જેથી કોના પાપે તંત્ર ખાડે જઈ રહ્યું ે અે લોકોને જાણવામાં રસ છે. કેમ કે, કાં દુષિત પાણીની સમસ્યા છે, કાં મફત વોટર ટેન્કર વિતરણ ફરી શરૂ થયું છે અે બંનેમાંથી અેક વાત હોય તોય તંત્ર નબળું તો પડ્યું જ છે અે નક્કી થઈ જાય છે.

નગરપાલિકામાં દોઢેક વર્ષ પહેલા નવી બોડીઅે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ અવારનવાર ગટરની લાઈન બેસી જવા અને જાહેર માર્ગો ઉપર ગટરના ગંદા પાણી વહી નીકળવાની સમસ્યા ઉકેલવાને અગ્રતાક્રમ અાપવાની વાત કરી હતી. જે બાદ જુદા જુદા પ્રયોગો કરતી વખતે હવે સમસ્યા નહીં રહે અેવા દાવા પણ કરાયા હતા. અામ છતાં ગટરની સમસ્યા યથાવત રહી છે અેને સમર્થન અાપતી વધુ અેક ઘટના બની છે, જેમાં માર્ચ અને અેપ્રિલ માસ દરમિયાન વોટર ટેન્કર સપ્લાય બ્રાન્ચ દ્વારા મફત વોટર ટેન્કર પ્રથા બંધ કરાયા બાદ ફરી ટેન્કર મારફતે મફત પાણી પૂરું પાડવાનું શરૂ થયું છે.

જેના બચાવમાં કહેવાય છે કે, કેટલાક કોલોની વિસ્તારોમાં ગટર મિશ્રિત દુષિત પાણી અાવવા લાગ્યું છે, જેથી ત્યાં ટેન્કર મારફતે મફત પાણી પૂરું પાડવાની નગરપાલિકાની જવાબદારી બને છે. અામ, અાડકતરી રીતે કબૂલ કર્યું કહેવાય કે, ગટરની સમસ્યા યથાવત છે. હજુ પણ ઉકેલાઈ નથી. જો અેવું છે તો કોના પાપે તંત્ર ખાડે રહ્યું છે અે લોકોને જણાવી દેવું જોઈઅે. કેમ કે, પદાધિકારીઅોના અનેક ઈમાનદાર પ્રયાસો છતાં સમસ્યા ન ઉકેલાતા હવે માનવસર્જિત સમસ્યાની શક્યતા બળવત બની ગઈ છે. જો અેવું હોય તો સખત કાર્યવાહી કરવામાં કોની લાજશરમ નડે છે અે પણ અેક પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...