જખૌ ડ્રગ્સકાંડ:આઠ પાકિસ્તાનીના રિમાન્ડ પૂર્ણ થતાં પાલારા જેલ હવાલે

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બોટનો ટંડેલ ગોળીબારમાં ઘાયલ હોઈ જી.કે.મા છે દાખલ

જખૌ નજીક 280 કરોડના ડ્રગ્સ સાથે એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે કુલ 9 પાકિસ્તાની ડ્રગ કેરીયરને ઝડપી પાડયા હતા.આરોપીઓને પકડતી વખતે તેઓ બોટ લઈને પાકિસ્તાનની સીમામાં ભાગતા હોઈ ગોળીબાર કરવામાં આવ્યો હતો ત્યારે બોટનો ટંડેલ ગુલામ ઉમર કચ્છી ફાયરીંગમાં ઘાયલ હોવાથી કુલ 8 જણાના ભુજ કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે પૂર્ણ થઈ જતા તમામને કોર્ટના આદેશથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી પાલારા જેલમાં ધકેલી દેવાયા છે. ટંડેલ ઘાયલ હોવાથી હાલ જી.કે.મા દાખલ છે તે સ્વસ્થ થયા બાદ તેની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

ભારતીય જળસીમામાં જખૌ નજીક 280 કરોડનું 56 કિલો હેરોઈન ડિલિવર કરવા આવતાં ઝડપાઈ ગયેલા 9 પૈકી 8 પાકિસ્તાની કેરીયરના ભુજની વિશેષ એનડીપીએસ કૉર્ટ દ્વારા 5 મે સુધીના 9 દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.આરોપીઓને અમદાવાદ એટીએસ ખાતે લઈ જઈ સઘન પૂછપરછ કરવામાં આવી હતી. ડ્રગ માફિયા મુસ્તફાએ કરાચીથી અલ હજ બોટમાં હેરોઈન લોડ કર્યું હતું. ભારતીય જળસીમામાં પાકિસ્તાની બોટ પ્રવેશ કરે ત્યારબાદ ભારતીય બોટ માલ લેવા આવવાની હતી ત્યારે જ આરોપીઓ ઝડપાઇ ગયા હતા.સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ આ કેસમાં સરકાર તરફે દલીલો કરી હતી.

લ્લેખનીય છે કે,આ કેસમાં બાદમાં એટીએસ અને એનસીબીની ટુકડીએ રાજી હૈદર અમાનતઅલી ઝૈદી (રહે. જામિયાનગ૨, દિલ્હી), ઈમરાન મહંમદ આમી૨ (રહે. મુઝફ્ફરનગર, યુપી), અવતારસિંહઊર્ફે સન્ની કુલદીપસિંહ સંધુ (રહે. જામિયાનગર, દિલ્હી) અને અબ્દુલરબ અબ્દુલખાલેક કાકડ (રહે. લાજપતનગર, દિલ્હી, મૂળ રહે. કંદહાર, અફઘાનિસ્તાન)ની પણ દિલ્હીમાંથી ધરપકડ કરી હતી. જે પૈકી અવતારસિંહ અને અબ્દુલ રબને ભુજ કૉર્ટમાં રજૂ કરવામાં આવતા 12 દિવસના રિમાન્ડ મળ્યા હતા

અન્ય સમાચારો પણ છે...