ગાંધીધામ-આદિપુરની જનતા માટે આદિપુર સ્થિત તોલાણી કોમર્સ કોલેજના કોન્ફરન્સ હોલ ખાતે પૂર્વ કચ્છ એસ.પી. મહેન્દ્ર બગડીયા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છના જુદા જુદા વિસ્તારના લોકોએ શામેલ થઈ આ લોક દરબારમાં પોતાની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. જેમાં ટ્રાફિક સમસ્યા, દેશી દારૂના પોઈન્ટ, મર્ડર કેસ, હિટ એન્ડ રન કેસ, ડ્રગ્સ, ચિલઝડપ, વ્યાજખોરો, કોલેજમાં યુવાનો બાઇક સ્પીડ કે બુલેટ જેવી બાઇકનો ઉપયોગ કરી અવાજ કરે તેના પર અંકુશ લાવવા, વ્યાજખોરો ઉપર કાર્યવાહી સહિતની તમામ સમસ્યાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી.
પ્રજાની સમસ્યાઓ પર એક્શન લેવાશે - પૂર્વ કચ્છ એસપી
પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડીયાએ લોકોની સમક્ષ બેખોફ બની ચર્ચા કરવા તથા એમની પ્રજાને શું સમસ્યા છે એ જાણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભવિષ્યમાં પ્રજાની લાગતી સમસ્યાઓ ઉપર એક્શન લેવામાં આવશે અને આવા પ્રકારના લોક દરબાર જિલ્લા લેવલ ઉપર થશે એવું આશ્વાસન એસપી મહેન્દ્ર બગડીયા દ્વારા આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન આદિપુર પીએસઆઈ એચ.એસ.તિવારીએ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.