ઇ-હરાજીના બીજા દિવસે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ભાડા)ને વધુ સારો પ્રતિસાદ મળ્યો હતો અને તળિયા િકંમત કરતાં અઢી ગણી કિંમતે રાવલવાડી રિલોકેશન સાઇટના વાણિજ્ય સંકુલ-અેની વધુ 15 દુકાનોની લીઝ પર હરાજી થઇ હતી.
શહેરના રાવલવાડી રિલોકેશન સાઇટના વાણિજ્ય સંકુલ અે અને બીની 123 દુકાનોને 77 વર્ષની લીઝ પર અાપવા માટે ઇ-હરાજી કરવાનું નક્કી કરાયું છે. હરાજીના પ્રથમ દિવસે 15 અને બીજા દિવસે પણ 15 દુકાનોની હરાજી થઇ હતી. બીજા દિવસે વધુ 15 દુકાનો તળિયા િકંમત કરતાં સરેરાશ અઢી ગણી કિંમતે ઇ-અોક્શન પોર્ટલ મારફતે ઇ-હરાજી થઇ હતી. હરાજી માટે બોલી અોનલાઇન બોલવા માટેના નિયત સમયગાળાની અાખરી ક્ષણોમાં ભારે ચડસા-ચડસી રહી હતી. બે દિવસમાં 30 દુકાનોની હરાજી થઇ છે.
અાગામી દિવસોમાં જરૂર પડ્યે કોમર્શીયલ કોમ્પલેક્ષ વધુ સારી સ્થિતિમાં રહે તે માટે જરૂરી સાર સંભાળ માટેની કાર્યવાહી કરાશે. ટૂંક સમયમાં મંડળની અારટીઅો અને મુન્દ્રા રિલોકેશન સાઇટમાં અાવેલા વાણિજ્ય સંકુલોની દુકાનો અને હોલની ઇ-હરાજી કરાશે અેમ ભાડાના મુખ્ય કારોબારી અધિકારી અતિરાગ ચપલોત દ્વારા જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.