રેલવે વિભાગની મુંબઇ વડી કચેરીથી આજે બુધવારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક મિશ્રા ખાસ ટ્રેન દ્વારા કચ્છની નિર્ધારિત મુલાકાતે આવ્યા છે. રેલવે સ્ટેશનોની સમીક્ષા અંતર્ગત તેઓએ આજે પ્રથમ ભચાઉ અને ત્યારબાદ સામખીયાળી રેલવે સ્ટેશની મુલાકાત લીધી હતી. આ વેળાએ ભચાઉમા વેપારી મંડળ દ્વારા જ્યારે સામખીયાળીમાં ગ્રામ પંચાયત અને અગ્રણીઓ દ્વારા ટ્રેનના સ્ટોપ સહિતની વિવિધ માગ સાથે રજૂઆતો કરવામાં આવી હતી. પોતાના ઉતરાધી અધિકારીઓ સાથે જીએમએ મુસાફરોને લાગતા પ્રશ્નોની નોંધ લઈ યોગ્ય સુવિધા સુચારુ બનવવા હૈયાધારણા આપી હતી.
ભચાઉ મર્ચન્ટ એસોસિએશન દ્વારા આજે ભચાઉ રેલવે સ્ટેશનની મુલાકાતે આવેલા રેલવેના જીએમ સમક્ષ ભચાઉના મુસાફરોની વર્ષો જૂની માગ અંગે રજુઆત કરી હતી. રેલવે તંત્રને આલેખીને અપાયેલા પત્રમાં દર્શાવ્યું હતું કે ભુજ થી મુંબઈ જતી કુલ એ.સી. આશાપુરા એકસપ્રેસ જેના ટ્રેન નંબર 22904/ 22903 વાળી તેમજ ભુજ-બેંગ્લોર વીકલી ટ્રેન જેના નંબર 16505 વાળી બન્ને ટ્રેનના સ્ટૉપ ભચાઉમાં નથી. તો ભચાઉ તાલુકા મથક છે. સાથે આસપાસ અનેક ઉધોગો પણ આવેલા હોવાથી સ્થાનિક સાથે પરપ્રાંતીય લોકોની સતત અવરજવર રહેતી હોય છે, જે ધ્યાનમાં લઈ યોગ્ય સુવિધા આપવા માગ કરાઈ હતી. રજુઆતમાં પ્રમુખ હર્ષદ ઠકકર, ભરતસિંહ જાડેજા, રાજેશ સોની, નગરસેવક ઉમિયાશંકર જોશી, સતીશ મહેતા વગેરે જોડાયા હતા.
સામખીયાળી રેલવે સ્ટેશન પર સ્થાનિક ગ્રામ પંચાયત અને અગ્રણીઓ દ્વારા રેલ સબંધી રજૂઆતો કરાઈ હતી. સરપંચ જગદીશ મઢવી, તાલુકા પંચાયતના સદસ્ય જીવતીબેન કાનજી બાળા ( આહીર)એ લેખિત રજૂઆત કરી હતી. તેમની માંગ છે કે અહીંથી પસાર થતી ગાંધીધામ ઇન્દોર ટ્રેન ન. 20935 અને ગાંધીધામ નિરનેવલી ટ્રેન ન. 20924 ઉભી રહેતી નથી. તેનો સ્ટોપ મળવા તથા રેલવે મથક પર પ્રવાસીઓ માટે હંગામી છત બનાવી આપવા રજૂઆત કરાઈ હોવાનું ધનસુખ ઠક્કરે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.