વેરા વસૂલાત:ચૂંટણીના કારણે પાલિકાની વેરા વસૂલાત 7માંથી 3 લાખે અટકી

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બર સુધી ગતિ પકડે એવા અણસાર જણાતા નથી

ભુજ નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચમાં દૈનિક 5 લાખથી 7 લાખ રૂપિયા વેરા વસૂલાત હતી. જે તહેવારો બાદ ચૂંટણીને કારણે દૈનિક 2.5 લાખથી 3 લાખે અટકી ગઈ છે. જે ડિસેમ્બર માસ સુધી ગતિ પકડે અેવા અણસાર નથી. જોકે, કુલ વસુલાત 8 કરોડ 50 લાખ જેટલી થઈ ગઈ છે. જે પણ ગત વર્ષે નવેમ્બર માસ સુધીની વસૂલાત કરતા વિક્રમી છે.

ભુજ નગરપાલિકા દ્વારા રહેણાક અને કોમર્શિયલ વિસ્તારોમાં મિલકત વેરો, શિક્ષણ ઉપકર, વ્યવસાય વેરો ઉપરાંત પાણી, ગટર, સફાઈ, દિવાબત્તી સહિતના ચાર્જ વસૂલવામાં અાવતા હોય છે. જેનો સમયગાળો અેપ્રિલથી માર્ચ માસ સુધીનો હોય છે. ચાલુ હિસાબી વર્ષ 2022/23 દરમિયાન શરૂથી જ વેરા વસુલાત તેજ રખાઈ હતી, જેથી દૈનિક 5થી 7 લાખ રૂપિયા વેરા વસુલાત થવા લાગી હતી.

પરંતુ, દિવાળીના તહેવારો ઉપરાંત ચૂંટણી જાહેર થતા વેરા વસુલાતમાં મંદી અાવી ગઈ છે. જેને કારણે દૈનિક 2.5 લાખથી 3 લાખ રૂપિયા વેરા વસુલાત થઈ રહી છે. ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ અરવિંદસિંહ જાડેજાને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ખાસ તો તહેવારો બાદ થોડી મંદી અાવતી હોય છે. તોય દર વખતે 60થી 70 હજારની અાવક થતી હતી અેને બદલે 2.5 લાખથી 3 લાખની વેરા વસૂલાત થાય છે અે નોંધનીય છે.

અન્ય સમાચારો પણ છે...