વાગડ વિસ્તારના રાપર અને ભચાઉ તાલુકાના અનેક ગામોમાં આજે બપોર બાદ શરૂ થયેલા ભારે પવનના કારણે મિનિ વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે. અતિભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓથી વાતાવરણ ધૂંધળું બની ગયું છે. ખાસ કરીને રાપરના ખેંગારપર અને રામવાવમાં સતત એક કલાકથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનથી ખતેરમાં ઉભા પાકને મોટી હાનિ પહોંચવાની સંભાવના દેખાઈ રહી છે. તો બીજી તરફ ભચાઉના ખારોઇ અને સામખિયાળીમાં પણ બપોરના સમયે વંટોળ જેવો માહોલ સર્જાયો હતો. તેમાં ખારોઇ વિસ્તારમાં પવનથી દાડમ સહિતના પાકમાં મોટું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. અમુક સ્થળે પવન સાથે છાંટા પણ પડ્યા હતા.
રાપર તાલુકાના ખેંગારપર ગામમાં આજે બપોરે બાદ શરૂ થયેલું મીની વાવાઝોડું સતત એક કલાકથી ફૂંકાઈ રહ્યાનું સ્થાનિકના માદેવ આહિરે જણાવ્યું હતું. આ વિસ્તારમાં અનેક હંગામી આવસોના પતરામાં નુકશાની થવા પામી છે. તો ઉભા પાકમાં દાડમ સહિતના ફળ અકાળે ખરી પડ્યા છે. સદભાગ્યે હજુ સુધી ભારે પવનથી કોઈને ઇજા પહોંચી હોય એવું સામે આવ્યું નથી. પરંતુ ખેંગારપર આસપાસ ખેતરોમાં વંતોડથી ઉભા પકનો સોથ વળી ગયો છે.જોકે પવનની ગતિએ ખેડૂતોની હાર્ટબીટ જરૂર વધારી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.