હાલાકી:જનાણ CHCમાં તબીબના અભાવે દર્દીઓને 80 કિ.મી. દૂર રાપરનો ફેરો

કકરવા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવાખાનાની સાથે સેવા પડી ભાંગી : અગાઉ રોજની 250ની OPD હતી જે ઘટીને 50 થઈ ગઈ
  • ભચાઉના ડોકટર પાસે ચાર્જ પણ જનાણ સુધીનું અંતર જ 150 KM થઈ જાય

ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારના જનાણ ગામે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રના જર્જરિત બિલ્ડીંગની સાથે આરોગ્ય સેવા પણ પડી ભાંગી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે એકતરફ નવા બિલ્ડીંગ સાથે ઓક્સિજન સહિતની સેવાઓ મળી રહે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવાના દાવા વચ્ચે હાલની સ્થિતિએ આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર પણ નથી. જેના કારણે દર્દીઓને સારવાર લેવા માટે 80 km દૂર રાપર સુધીનો ફેરો પડે છે.હાલમાં મુખ્ય તબીબનો ચાર્જ ભચાઉના ડોક્ટરને સોંપવામાં આવ્યો છે પરંતુ ભચાઉ થી જનાણ સુધીનું 150 km નું થતું હોઇ ડોકટર પણ નિયમિત આવતા નથી.

મુખ્ય ડોક્ટરને અભાવે ઓપીડીમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.અગાઉ દરરોજની ઓપીડી 200 થી અઢીસો ની હતી.પરંતુ હાલમાં માત્ર 50 થી 70 દર્દીઓ આવી રહ્યા છે બીમારી નથી ઘટી પરંતુ સારવારના અભાવે લોકો 80 km દૂર રાપર તરફ ફંટાઈ ગયા છે. ક્યારેક તો એકમાત્ર નર્સના અભાવે આખું સીએસસી ચલાવવામાં આવતું હોય છે.

ડીલેવરી અને ગંભીર બીમારી તેમજ સાપ કરડવાના કિસ્સાઓમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ગાંધીનગર કક્ષા સુધી રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જે બાબતે તંત્ર દ્વારા ઘટતું કરવામાં આવે તે અનિવાર્ય છે આ બાબતે ગામના સરપંચે જણાવ્યું કે, નાના નાના કામ માટે મુખ્ય ડોક્ટરની સહીની જરૂર પડે છે તેમજ સ્થાનિકે આરોગ્ય વ્યવસ્થા માટે પણ મુખ્યત્વે હાજરી જરૂરી બની રહે છે જોકે તેમની ગેરહાજરીના કારણે ભચાઉ કે રાપર સુધી જવું પડતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...