સ્થાનિક સ્વરાજ્યની દર ત્રણ-ત્રણ માસે મળતી સામાન્ય સભાની શરૂઅાત જાન્યુઅારી માસથી થતી હોય છે, જેથી ભુજ તાલુકા પંચાયતે 13મી તારીખ નક્કી કરી છે. જોકે, હજુ ભુજ નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં નક્કી થયું નથી.
પંચાયતો અને નગરપાલિકાઅોમાં દર ત્રણ માસે હિસાબો રજુ કરવાના હોય છે. જ્યારે માર્ચ-અેપ્રિલ માસમાં વાર્ષિક અંદાજપત્ર રજુ કરવાનો હોય છે. ભુજ તાલુકા પંચાયતે વર્ષમાં બોલાવાતી ચાર સામાન્ય સભાની શરૂઅાત જાન્યુઅારી માસની 13મી તારીખે કરી દીધી છે. બીજી તરફ જિલ્લા પંચાયતમાં હજુ પણ કાંઈ નક્કી નથી થયું.
જોકે, જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પદાધિકારીઅો દ્વારા વિકાસ કાર્યોના ઠરાવો થયા બાદ વહીવટી વિભાગ દ્વારા અતિશય વિલંબમાં અમલવારી કરવામાં અાવે છે. કેટલીક વખત તો પ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂરી થઈ ગયા બાદ નવા પ્રમુખના સમયગાળામાં અમલવારી કરવાનો સમય અાવે છે, જેથી નવનિયુક્ત પ્રમુખ દ્વારા મોટા ફેરફાર કરી દેવાય છે.
અે તો ઠીક પણ ભુજ નગરપાલિકામાં તો વર્ષમાં ચાર સામાન્ય સભા બોલાવવામાં પણ અેક બે સામાન્ય સભા બાકી રહી જતી હોય છે. જોકે, હાલ કોરોના, ચૂંટણી, લમ્પી સહિતના સંજોગોને કારણે બે સામાન્ય સભા બાકી રહી ગઈ છે.
હવે 2023ના જાન્યુઅારી માસમાં વર્ષની પ્રથમ સામાન્ય સભા બોલાવવાની તૈયારી ચાલી રહી છે. જે માટે વહીવટી વિભાગે પૂર્વ તૈયારીઅો કરી લીધી છે. પરંતુ, કેટલીક ગ્રાન્ટો અાવવાની બાકી હોઈ તેની રકમ અાવ્યા બાદ કારોબારી સમિતિમાં વધુ વિકાસ કામો ઉમેરવાની ગણતરીથી સામાન્ય સભા બાકી રાખી દેવાઈ છે. જોકે, દસેક દિવસની અંદર કારોબારી સમિતિની અને સામાન્ય સભાની બેઠકની તારીખ નક્કી થઈ જાય અેવી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.